રાજકોટ : શહેરમાં DGFT ના અધિકારી જ્વરીમલ બિશ્નોના આપઘાત મુદ્દે પરિવારની માંગ છે કે, જવાબદાર CBI અધિકારી સામે ફરિયાદ દાખલ કરાવીને તપાસ કરવી જોઇએ. આ અંગે બિશ્નોઇ સમાજના આગેવાનોએ પોલીસ કમિશ્નરને રજુઆત કરી હતી. પરિવારનો આક્ષેપ છે કે, ઉચ્ચ અધિકારીએ આપઘાત નથી કર્યો પરંતુ તેમનું કસ્ટોડિયલ ડેથ થયું છે. મેજિસ્ટ્રેટ ઇન્કવાયરી અને સીબીઆઇના અધિકારી પર FIR ની માંગ કરવામાં આવી છે. CBI એ મૃતક DGFT ના જોઇન્ટ ડાયરેક્ટર જ્વરીમલ બિન્નોઇના ઘરેથી પોટલું કબ્જે કર્યું છે. પોટલામાં રોકડ રૂપિયા અને ચાંદી તથા સોનાના સિક્કા હોવાનું બહાર આવ્યું છે. આ પોટલું તેમણે સીબીઆઇની ટીમ પહોંચી ત્યારે નીચે ફેંકીં દીધું હતું.
ADVERTISEMENT
DGFT ના ઉચ્ચ અધિકારી પડખે હવે સમગ્ર બિશ્નોઇ સમાજ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ફોરેન ટ્રેડના જોઇન્ટ DGFT જાવરીમલ બિન્શોઇને રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. ફરિયાદી શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેનડી ઓફિસના ચોથા માળે જ્વરીમલ બિશ્નોઇને રૂપિયા પાંચ લાખ રૂપિયાની લાંચ આપવા માટે પહોંચ્યા હતા. જ્વરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વિકારી હતી. એ જ સમયે CBI ની ટીમ ઓફીસ ખાતે પહોંચી હતી. રૂપિયા 5 લાખની લાંચ લેતા તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
NOC આપવા મામલે 9 લાખ રૂપિયાની લાંચ સ્વિકારી
અત્રે ઉલ્લેખનીય છે કે, ફોરેન ટ્રેડના જ્વરીમલ બિશ્નોઇ દ્વારા NOC આપવા માટે 9 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પ્રથમ હપ્તા પેટે 5 લાખ રૂપિયા આપવા માટે વેપારી પહોંચ્યો હતો. આ અગાઉ તેણે સીબીઆઇમાં પણ અરજી કરી દીધી હતી. જેથી સમગ્ર છટકામાં અધિકારી આબાદ રીતે ઝડપાઇ ગયો હતો. આ રકમ સ્વીકારતાની સાથે જ સીબીઆઇ દ્વારા તમામને જડપી લેવાયા હતા. ત્યાર બાદ ઓફીસના ચોથા માળેથી જ કુદીને તેમણે જીવન ટુંકાવ્યું હતું. હાલ આ સમગ્ર વિવાદ ખુબ જ વિવાદિત બન્યો છે.
ADVERTISEMENT