નિલેશ શીશાંગીયા, રાજકોટઃ ગુજરાતમાં દારુબંધી હોવા છતાં અનેકવાર જાહેરમાં દારુની રેલમછેલના વીડિયો સામે આવી ચૂક્યા છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાના સરેઆમ લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. મેઈન રોડ પર વરરાજાના ફુલેકા દરમિયાન તેના મિત્રો જાહેરમાં દારુની બોટલ સાથે ઝૂમી રહ્યાં હતાં. એટલુ જ નહીં એકબીજાને ચિક્કાર દારુ પીવડાવી પણ રહ્યાં હતાં.
ADVERTISEMENT
ફુલેકામાં દારુની રેલમછેલ
રાજકોટમાં પોલીસની આબરુના ધજાગરા ઉડી રહ્યાં હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. શહેરના જલારામ ચોક પાસે આવેલા સહકાર મેઈન રોડ પાસે ચાલુ ફુલેકા દરમિયાન વરરાજાના મિત્રો અને ભાઈઓ દ્વારા ઈંગ્લીશ દારુની રેલમછેલ જાહેર રોડ પર કરવામાં આવી હતીં.સરેઆમ દારુની બોટલો સાથે ડીજેના તાલે તમામ શખ્સો નાંચતા જોવા મળ્યા હતા. આટલુ ઓછુ ન હોય તેમ એક શખ્સે વરરાજાને રિવોલ્વર આપી સરાજાહેર ફાયરિંગ પણ કરાવડાવ્યું હતું. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે ગુજરાત તક આ વીડિયોની પુષ્ટિ કરીરહ્યું નથી. પણ અહીં સવાલ એ છે કે,શું ગાંધીના ગુજરાતમાં ખાલી કહેવા માટે જ દારુબંધી છે ? હવે જોવાનું એ રહેશે કે જાહેરમાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા આ મુદ્દે કેવા પગલા લેવાય છે.
આ પણ વાંચોઃ મુંદ્રા પોર્ટથી મળેલ ડ્રગ્સ વેચીને પૈસા આતંકવાદીઓને આપવાનું હતું ષડયંત્ર: NIA
પોલીસ કર્મચારી ખુદ નશામાં ધૂત
આ સાથે એક રાજકોટ પોલીસ માટે શરમજનક વાત એ પણ કહેવાય કે, PSI ખુદ નશાની હાલતમાં જોવા મળ્યા છે. એ પણ કમિશ્નર કચેરીમાં જ નશો કરીને પહોંચ્યા હતા. એટલે રાજકોટમાં તો દીવા તળે જ અંધારુ જેવો ઘાટ ઘડાયો છે. પોલીસ કમિશ્નર કચેરીના ગેટ નંબર-3 પર જ ફરજ દરમિયાન કેફી પદાર્થનું સેવન કરી PSI નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત મીડિયાકર્મચારીઓ સાથે ગેરવર્તન કરતા મામલો વધારે બીચક્યો હતો. હવે મહત્વપૂર્ણ સવાલ એ છે કે, પોલીસ કર્મચારી જ આ રીતે નશામાં ધૂત હોય તો એ જનતાને શું કહેશે? બીજી વાત કે ખુદ પોલીસ કર્મચારી કોઈ પણ પ્રકારનું ભાન રાખ્યા વગર, કાયદાની પણ પરવાહ કર્યા વિના આ રીતે ફરજ દરમિયાન દારુ પીને આવે તે કેટલુ યોગ્ય કહેવાય?.એક તરફ દારુ બંધી છે તો પછી આટલો દારુ ક્યાંથી આવે છે તે પણ મહત્વપૂર્ણ સવાલ છે. હવે આ બંને ઘટનાઓમાં પોલીસ તરફથી કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહેશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT