રાજકોટ: લોકો પોતાનું ઘર કામવાળીના ભરોસે મૂકી જતાં હોય છે. ત્યારે કામવાળી દ્વારા ચોરીના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન વધુ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. કામવાળીના ભરોસે રહેતા પહેલા ચેતવા જેવો કિસ્સો સામે આવતા સતત ચર્ચામાં છે. જેમાં રાજકોટના પોશ વિસ્તારમાં વૃદ્ધાને બંધક બનાવી અને સાગરીતો સાથે મળી 15 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ છે. આ મામલે પોલીસે cctv ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
રાજકોટમાં 15 લાખની લૂંટના બનાવથી ભારે ચર્ચા ઉઠી છે. રાજકોટના પોશ વિસ્તાર ગણાતા ઇન્દિરા સર્કલ નજીક કોહીનૂર એપાર્ટમેન્ટમાં કામવાળીએ ઘરમાં વૃદ્ધાને બંધક બનાવી અને સાગરીતોનો સહારો લઈ 15 લાખની લૂંટ ચલાવી છે. આરોપીઓ લૂંટ ચલાવી ફરાર થઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ CCTV આધારે લૂંટ કરનાર કામવાળી અને તેના સાગરીતની શોધખોળમાં લાગી છે.
આરોપીઓ પકડથી દૂર
કોહિનૂર એપાર્ટમેન્ટમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટના આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે અને લગભગ 200 જેટલાં CCTV કેમેરા પણ ચકાસ્યા છે, ઘટનાને 48 કલાકથી વધુનો સમય થઇ ગયો છે છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે. બીજી તરફ કામવાળીના ભરોસે ઘર છોડનાર પર પણ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ત્યારે રાજકોટમાં લોકો પણ હવે ડરી રહ્યા છે.
ADVERTISEMENT