રાજકોટ : શહેરમાં નીલકંઠ ટોકિઝ નજીક એક ટ્રાફિક વોર્ડને આખો વિસ્તાર દારૂના નશામાં માથે લીધો હતો. આ ટ્રાફિક જમાદાર બોલી પણ શકે તેવું ભાન નહોતું અને તે વિસ્તારની દુકાનો બંધ કરાવવા માટે નિકળ્યો હતો. ટ્રાફિક જમાદારનું નામ નરભેરામ પટેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે એક જાગૃત નાગરિકે પોતાના મોબાઇલમાં ટ્રાફિક જમાદારના ખેલનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ટ્રાફીક જમાદારને બોલવાના હોશ પણ નથી. જ્યારે તેને પુછવામાં આવે છે કે, દુકાન શા માટે બંધ કરાવવા માટે આવ્યા છો તો કહે છે નહી હું તો શૌચાલય બંધ કરાવવા માટે આવ્યો છું.
ADVERTISEMENT
હેડ કોન્સ્ટેબલે બજારમાં તમામ દુકાનો બંધ કરાવવા લાગ્યો
ટ્રાફિક શાકામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરભેરામ પટેલ રાત્રે દસેક વાગ્યે કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા નજીક ચા-પાનની દુકાને પહોંચ્યો હતો. તેણે પોલીસ લખેલું ટીશર્ટ પણ પહેર્યું હતું. તેના હાથમાં લાઠી હતી. ધોકો બતાવીને નરભેરામ દુકાન સંચાલકોને દુકાન બંધ કરવા માટે ધમકાવવા લાગ્યો હતો. જો કે થોડા જ સમયમાં લોકોનાં ટોળા એકઠા થવા લાગ્યા હતા. નરભેરામ જે પ્રકારે બોલી રહ્યો હતો તે જોતા તેને ચિક્કાર દારૂ પીધો હોવાનું લાગ્યું હતું.
કેમેરો શરૂ થતા જ કહ્યું હું તો શૌચાલય બંધ કરાવવા આવ્યો હતો
ભક્તિનગર પોલીસ સ્ટેશનના PI એ જણાવ્યું કે, ટ્રાફિક શાખાના જમાદાર નરભેરામની અટકાયત કરવામાં આવી છે. શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડનારા કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહી આવે. જો કે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને સ્થિર રાખવાનો દમ ભરનાર કમિશ્નર હવે પોતાના જ કર્મચારી વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જો ઉદાહરણીય કાર્યવાહી થશે તો અન્ય કર્મચારીઓ પણ આવા નાટકો કરતા પહેલા 100 વખત વિચારશે.
ADVERTISEMENT