Rajkot Viral Video : ગુજરાત રાજ્યમાં હનીટ્રેપનો શિકાર અનેક લોકો બનતા રહે છે. હનીટ્રેપનું આખુ કૌભાંડ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. જો કે હવે ભાજપના એક નેતા પણ તેના લપેટામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા બાબુભાઇ નસીતની અશ્લીલ ફેસબુક ચેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેના કારણે રાજકોટ ભાજપમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા હનીટ્રેપનો શિકાર
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ભાજપના નેતા બાબુ નસીતનો મહિલાઓ સાથેનો અશ્લીલ ચેટિંગનો અને વીડિયો કોલમાં અશ્લીલ હરકતો કરતો એક વીડિયો વાયરલ થતા સોપો પડી ગયો છે. ભાજપના નેતા બચાવની મુદ્રામાં તો વિપક્ષી નેતાઓ આક્રમક મુડમાં જોવા મળી રહ્યા છે. હાલ તો આ મામલો રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
નેતાજી બચાવ મોડમાં જોવા મળ્યા
જો કે નેતાજીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે, ચેટિંગનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને મારી પાસે રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જો કે હું આવી ધમકીને વશ નહી થતા કેટલાક ચોક્કસ તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. જો કે સવાલ એ છે કે, નેતાજી તમારે આવા અશ્લીલ ચેટ કરવાની જરૂર જ ક્યાં હતી. વાયરલ થાય કે ન થાય નેતા તરીકે તમે જ્યારે સામાજિક જીવન જીવી રહ્યા છો ત્યારે આવી હરકત કરવાની જરૂર જ ક્યાં રહે છે.
ભોળા નેતાજીને કોઇ મેસેજ કર્યા કરે તો જવાબ ન આપવો પડે…
અશ્લીલ ચેટ અંગે ભાજપના નેતા બાબુ નસીતે જણાવ્યું કે, મને ફેસબુક મેસેન્જરમાં મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ મારી સાથે અશ્લીલ વાતો કરી હતી. જો કે મે તો માત્ર સામાન્ય જવાબો જ આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ આ ચેટ વાયરલ કરવાની ધમકી આપીને મારી પાસે પૈસાની માંગ કરવામાં આવી હતી. મારી પાસે 25 હજાર રૂપિયાની માંગ કરી હતી. જેથી મે આ મામલે સાયબર ક્રાઇમમાં લેખિત અરજી કરી હતી.
ભાજપ નેતાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી
27 માર્ચ, 2021 માં બાબુ નસીત દ્વારા રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં કરાયેલી અરજીમાં લખાયું છે કે, આજે સવારમાં મનીષા શર્માના એકાઉન્ટમાંથી વારંવાર વીડિયોકોલ આવ્યા હતા. જેથી કંટાળી મે વીડિયો કોલ ઉપાડ્યો હતો. જો કે સામે નગ્ન યુવતી ઉભી હતી તેથી મે તુરંત જ વીડિયો કોલ કટ કરી દીધો હતો. પરંતુ આ ગેંગ દ્વારા મને બ્લેકમે કરવામાં આવ્યો હતો. જેથી હાલ મે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ADVERTISEMENT