પોરબંદર : ગુજરાતમાં આ વખતની ચૂંટણી તમામ રીતે રસપ્રદ રહી હતી. ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક વિજય તરફ અગ્રેસર છે. જો કે તેમાં કેટલાક દિગ્ગજ નેતાઓ પોતાની કારકીર્દિ હારીને પુર્ણ કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આવી જ સ્થિતિ પોરબંદર બેઠક પર જોવા મળી હતી.
ADVERTISEMENT
પોરબંદરથી બે દિગ્ગજ નેતાઓ લડી રહ્યા હતા. જેમાં ભાજપના બાબુ બોખિરિયા અને કોંગ્રેસના અર્જૂન મોઢવાડીયા સામસામે હતા. જો કે હવે બાબુ બોખિરિયાની હાર થઇ છે. ભાજપના બાબુ બોખિરિયાને 72860 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડીયાએ 81078 મત મળ્યા હતા. જેથી સ્પષ્ટ રીતે અર્જૂન મોઢવાડીયાનો વિજય થયો હતો.
જો કે રસપ્રદ બાબત હતી કે અહી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવન જુંગીને માત્ર 5171 મત મળ્યા હતા. જેથી બે બળીયાઓની લડાઇમાં જીવન જુંગી તણાઇ ગયા હતા. અર્જૂન મોઢવાડીયા ગત્ત ચૂંટણી હારી ગયા હતા. જો કે આ વખતે તેઓ ફરી પરત ફર્યા છે. પોરબંદરના સીટિંગ MLA બાબુ બોખિરિયાને હરાવ્યા છે.
ADVERTISEMENT