પોરબંદર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલેશનની કાર્યવાહી બાદ સરકાર હવે પોરબંદરમાં પણ બિનકાયદેસર બંધાયેલા બિલ્ડિંગો પર બુલ્ડોઝર ફેરવી રહી છે. પોરબંદર જિલ્લામાં દરિયાઇ પટ્ટીના વિસ્તાર ઉપરાંત શહેરમાં બિનકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે. આજે પોરબંદરના મેગા ડિમોલેશન કરવા પહોંચેલી ટીમ પર હૂમલો થયો હતો. સ્થિતિ વણસી હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે, પોલીસને પણ પાછુ હટવું પડ્યું હતું.
ADVERTISEMENT
લઘુમતી સમાજના ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યાં
લઘુમતી ટોમના ટોળેટોળા સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને પોલીસ જવાનોને પણ પાછા ખદેડવા લાગ્યા હતા. જેથી આખરે મજબુર થયેલી પોલીસ દ્વારા ટીયરગેસના શેલ છોડાયા હતા. પોરબંદર જિલ્લામાં મેગા ડેમોલેશન હેઠળ દરિયાઇ પટ્ટી પર સુરક્ષા કારણોથી જેટલા પણ દબાણો છે તે દુર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઘટનામાં પોલીસ અને ટોળા સામસામે આવી ગયા હતા. જેના પગલે પોલીસ અને ટોળે ટોળા સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું.
દ્વારકામાં પણ 4 દિવસથી ચાલી રહ્યું છે ડિમોલેશન
જિલ્લામાં ગઇકાલે થયેલા ડીમોલેશન મુદ્દે આ લોકો લાજવાના બદલે ગાજવા લાગ્યા હતા. શહેરના મેમણવાડા વિસ્તારમાં મહિલાઓ અને પુરૂષોના ટોળા એકઠા થયા હતા. પોલીસે ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો. જો કે ટોળું બેકાબુ બન્યું હતું. પોલીસે સ્થિતિને ખાળવા માટે આખરે ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં પણ છેલ્લા 4 દિવસથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. દરિયાઇ પટ્ટી વિસ્તારમાં દબાણો દુર કરવા માટે સરકારે કમર કસી છે.
ADVERTISEMENT