પાલનપુરમાં વિધર્મી યુવકે શાળામાં ચાલુ પ્રાર્થના બંધ કરાવી, હવે ગણી રહ્યો છે જેલના સળિયા.. જાણો કારણ

ધનેશ પરમાર, બનાસકાંઠા:  જિલ્લાના પાલનપુરની એસ.એન.કોઠારી પ્રાથમિક શાળામાં અસમાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. જેના ગત 23 જાન્યુઆરીના રોજ ” હે ભગવાન ” ઈશ્વર સ્મરણ પ્રાર્થના…

gujarattak
follow google news

ધનેશ પરમાર, બનાસકાંઠા:  જિલ્લાના પાલનપુરની એસ.એન.કોઠારી પ્રાથમિક શાળામાં અસમાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. જેના ગત 23 જાન્યુઆરીના રોજ ” હે ભગવાન ” ઈશ્વર સ્મરણ પ્રાર્થના ચાલતી હતી તે દરમિયાન શાળાની પાછળ રહેતા અસામાજિક તત્વો સમાન કેટલાક લોકો શાળામાં ધસી આવ્યા હતા. જેમાં સ્કૂલ નજીકના સ્થાનિક એવા આદિલ નામના વ્યક્તિએ અચાનક સ્કૂલમાં આવી ,આચાર્યને માઇકમાં ” હે રામ ” ની ચાલતી પ્રાર્થના બંધ કરવા ઉગ્રતાથી રજૂઆત કરી હતી. આ મામલે એફઆઇઆર દાખલ થતાં પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાને લઈ આદિલનું કહેવું હતું કે, તેમની માતા બીમાર અને પથારીવશ છે. ત્યારે પ્રાર્થનાના અવાજના ઘોંઘાટથી તેને તકલીફ થાય છે. આદિલ દ્વારા પ્રાર્થના હોલની બારીમાં આવી શિક્ષકોને પ્રાર્થના બંધ કરી દેવાનું જે ઉગ્રતાથી કહ્યું તે વિવાદિત બન્યું હતું. જો કે આદિલની આ ઉગ્રતાભરી રજૂઆતથી સ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષકોમાં ભય ફેલાયો હતો.અને તે બાદ સ્કૂલ શિક્ષક દ્વારા મામલાની લેખિત રજૂઆત પોલીસને કરાઈ હતી.

વિવાદમાં હિન્દુ સંગઠનો મેદાને 
જો કે આ બાબતે શાળાના શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. શાળામાં હંગામો કરનાર આદિલ લઘુમતી કોમનો યુવક છે. ત્યારે આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં કેટલાક હિન્દુ સંગઠનો પણ આ વિવાદમાં જોડાયા હતા. આ ઘટનાને લઈ આદિલ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

યુવકની પોલીસે કરી અટકાયત 
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. અને આ વાઇરલ વીડિયોને લઈને બે ધર્મો વચ્ચે વિવાદ ન ફેલાય અને સમાજમાં કડક સંદેશો જાય તે માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે શાળામાં જઇ શિક્ષકોનાં નિવેદનો લીધા હતા. આ બબાલ કરનાર યુવકની અટકાયત કરી હતી.જેનો બાદમાં જામીન પર છુટકારો થયો હતો. જોકે આ મામલામાં કેટલાક હિન્દુ સંગઠનો પણ જોડાયા હતા.અને તે બાદ સ્કૂલ પ્રસાશનની એફઆઇઆર દાખલ થતાં પોલીસે આદિલ પર આઇપીસી કલમ 323 ,505 (2)મુજબ ગુનો નોંધી તેને જેલ હવાલે કરેલ છે.

આ પણ વાંચો: ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે ભાજપના નેતા આવ્યા મેદાને, ટ્વિટરથી ખેડૂતો માટે કરી આ માંગ

પોલીસ કરશે કડક કાર્યવાહી
ત્યારે આ ઘટનાને લઈ બનાસકાંઠા એસ. પી. અક્ષયરાજ મકવાણા દ્વારા જાણવામાં આવ્યું કે, વિડીયો સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક યુવકની ઓળખ કરી હતી, સમાજમાં બે કોમો વચ્ચે વૈમનસ્યનાં ફેલાય તેવી કાર્યવાહી કરી આરોપીને જેલ હવાલે કરેલ છે. ત્યાર બાદ આજે એફઆઈઆર દાખલ કરવામાં આવતા ધરપકડ કરવામાં આવી છે. લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ વ્યકિત બે ધર્મ વચ્ચે  વૈમનસ્ય ફેલાય તેવી કાર્યવાહી કરશે તો બનાસકાંઠા પોલીસ કડક કાર્યવાહી કરશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp