નડિયાદ : ગુજરાતમાં આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક આખા પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કપડવંજના રહેવાસી પરિવારે કોઇ અજ્ઞાત કારણોથી નહેરમાં કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ સ્થાનિક તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું.
ADVERTISEMENT
પતિ-પત્ની અને બે બાળકોએ કેનાલમાં પડતું મુક્યું
લાડવેલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પતિ પત્ની અને બે બાળકોની સાથે નહેરમાં કુદી ગયા હતા. સ્થાનિક લોકોએ દોરડા ફેંકીને એક યુવકને બચાવી લીધો હતો. જો કે મહિલા અને એક બાળ ડુબી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. હાલ પોલીસ તંત્ર અને ફાયર વિભાગ બંન્ને લોકોની શોધખોળ ચલાવી રહી છે.
મહિલાના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચ્યા
ઘટના અંગે માહિતી મળતાની સાથે જ મહિલાના પરિવારના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. બચાવી લેવાયેલા યુવાનને તત્કાલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચલાવાઇ રહી છે.
(વિથ ઇનપુટ હેતાલી શાહ)
ADVERTISEMENT