અમદાવાદ : ગુજરાત માટે ગોઝારો દિવસ રહ્યો હતો 30 તારીખનો જ્યારે મોરબીમાં ઝુલતો બ્રિજ 150 થી વધારે લોકોનાં મોતનું કારણ બન્યો હતો. પુલ ખાબકી જવાના કારણે 150 થી પણ વધારે લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઘટના બની ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે હતા. જેથી આજે તેઓએ મોરબીની પણ મુલાકાત લીધી હતી. દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ હવે તેઓ મોરબી સિવિલ હોસ્પિટલનીમુલાકાત લેશે.
ADVERTISEMENT
રેસક્યું ઓપરેશન સહિત તમામ કામગીરીની સમીક્ષા કરી
રેસક્યું ઓપરેશન કરી રહેલા જવાનોનાં કામનું પણ તેમણે નિરિક્ષણ કર્યું છે. આ ઉપરાંત શક્ય તેટલી ઝડપથી ઝળકુંભીને હટાવવા માટેના નિર્દેશ આપ્યા હતા. મોરબીમાં તેઓ ઇજાગ્રસ્તોની મુલાકાત લેશે. અહીં તેઓ તમામને સાંત્વના આપશે. ત્યાર બાદ તેઓ કલેક્ટર કચેરી ખાતે બેઠકમાં હાજર રહેશે અને આ રિવ્યુ બેઠકમાં કામગીરીની સમીક્ષા પણ કરશે.
ADVERTISEMENT