માર્ચમાં માવઠાનો માર? સૌરાષ્ટ્ર-કચ્છમાં બગડશે ખેડૂતોની હોળી !!

 અમદાવાદ: એક તરફ ગરમીનો પારો દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં ફેબ્રુઆરી માસથી જ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. ત્યારે…

gujarattak
follow google news

 અમદાવાદ: એક તરફ ગરમીનો પારો દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં ફેબ્રુઆરી માસથી જ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. ત્યારે હવે વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર  કરવામાં આવ્યું છે. રાજ્યમાં પણ વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં નિરાશા છવાઈ છે. કારણ કે ખેડૂતો દરેક સિઝનમાં પરેશાન થઈ રહ્યાં છે. ખેડૂતોને માર્ચમાં માવઠાના મારથી પાકને ભારે નુકશાન થશે.

રાજ્યમાં ઉનાળાના વિવિધવત પ્રારંભ સાથે જ  કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 4થી 8 માર્ચ સુધી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4થી 8 માર્ચ સુધી માવઠું પડી શકે છે. જોકે, હવામાન નિષ્ણાતનું માનવું છે કે માવઠાંની તીવ્રતા ઓછી હશે. ધોધમાર વરસાદ નહીં પડે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે. તો હોળીના તહેવારને પણ ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં મોસમી વરસાદ ખેડૂતોની હોળી બગાડે એવી શક્યતા છે. એક તરફ ખેડૂતો પાકના ભાવને લઈ હેરાન થઈ રહ્યા છે. ત્યારે માવઠાથી હાલત કફોડી થશે.

આ વિસ્તારોમાં પડશે માવઠુ
રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4થી 8 માર્ચ સુધી માવઠું પડી શકે છે. જોકે, હવામાન નિષ્ણાતનું માનવું છે કે માવઠાંની તીવ્રતા ઓછી હશે. ધોધમાર વરસાદ નહીં પડે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે. તો હોળીના તહેવારને પણ ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં મોસમી વરસાદ અન્નદાતાઓની હોળી બગાડે એવી શક્યતા છે. માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે. જ્યારે 4થી 8 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.

આ જિલ્લાઓ પર માવઠાનું સંકટ 
એક તરફ માર્ચમાં જ ગરમી રેકોર્ડ તોડી રહી છે. ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 3 માર્ચથી વાદળછાયું વાતાવરણ રહેશે અને 4 અને 5 માર્ચે કચ્છ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠું પડવાની સંભાવના છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે પ્રશાસન સતર્ક બન્યુ છે. તંત્રએ ખેડૂતોને તૈયાર પાક ઉતારી લેવા, ખેત પેદાશો અને ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપી છે.

આ પણ વાંચો: હિટ એન્ડ રન: અમદાવાદમાં ઓવરસ્પીડ BMW કારે રસ્તે જતા દંપતીને ઉલાળ્યા, કારમાંથી દારૂની બોટલ મળી

માર્ચમાં તાપમાનનો પારો આસમાને પહોંચશે 
હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, રાજ્યમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચશે. અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોએ આગામી દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરવી પડશે. તો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં 14થી 19 માર્ચ સુધી પણ વાતાવરણ પલટાઈ શકે છે. 24થી 26 માર્ચ સુધી દરિયામાં હલચલ વધી શકે છે.

આગામી 48 કલાક ગરમીનો પારો વધવાની આગાહી
બુધવારે રાજ્યના દસ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. અમદાવાદમાં જ ત્રણ કલાકમાં જ 10 ડિગ્રી ગરમી વધી ગઈ હતી. બુધવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો ગાંધીનગરમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ભૂજમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ તરફ અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 37.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલીમાં 37.2 ડિગ્રી, તો કેશોદમાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયુ. ડીસામાં 36.2 ડિગ્રી, તો વડોદરા અને વલસાડમાં ગરમીનો પારો 36 ડિગ્રી પર પહોંચ્યો હતો. સુરતમાં 35.8 ડિગ્રી તો વલ્લભવિદ્યાનગર અને મહુવામાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો ભાવનગરમાં ગરમીનો પારો 35.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. હજુ આગામી 48 કલાક ગરમીનો પારો વધવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp