અમદાવાદ : હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરી હતી. જે તબક્કાવાર રીતે સાચી પડી રહી છે. ગઈકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે રાજકોટ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. પહેલાથી જ ઓછા ભાવનો સામનો કરી રહેલા ખેડુતોને હવે માલ પલળી જવાના કારણે જેટલો માલ પલળી ગયો તે પણ હવે મળશે.
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ
રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. ભર ઉનાળેમ કમોસમી વરસાદ પડતા ખેડૂતોના આગામી પાકમાં પણ નુકસાની થઇ છે. ખાસ કરીને બાગાયતી પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવે તેવી શક્યતા છે. પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ગોંડલ તાલુકાના પાટીયાળી ગામે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. બીજી તરફ લોધીકા તાલુકાના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જ્યારે કેટલાક ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખેડૂતોને ખાસ કરીને ઘઉં, જીરુ, લસણ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ બાગાયતી પાકો જેમાં ખાસ કરીને કેરીને ભારે નુકસાની થાય તેવી શક્યતા છે.
લોધિકા પંથકમાં કરા પડ્યા
રાજકોટના લોધીકા પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતામાં પડ્યા છે. લોધીકા પંથકના વિવિધ ગામડાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કાલાવડ રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જ્યાં વરસાદ નથી ત્યાં ભારે પવનના કારણે પણ પાકને નુકસાન થયું હતું. ખાસ કરીને બાગાયતી પાકને પવનના કારણે ભારે નુકસાન થયું છે. રાજકોટ શહેરમાં પણ ભારે પવન અને ગાજવીજ કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે અમુક વિસ્તારોમાં નાના મોટા બોર્ડ ઉડી ગયાની ઘટના બની હતી.
ગોંડલમાં પણ ભારે પવનના કારણે ખેડૂતો પરેશાન
ગોંડલના કોલીથડમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પરેશાન થયા હતા. કોલીથડ ગામમાં કરા અને વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. 5 માર્ચે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. 7 માર્ચ સુધી સોરાષ્ટ્ર-કચ્છ સહિત જિલ્લામાં વરસાદની આગાહી પહેલાથી જ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. 6 અને 7 તારીખે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી હતી.
ADVERTISEMENT