હે ભગવાન! બેફામ કાર ચાલકે પરિવારનો માળો વિખેર્યો, પતિ-પત્ની અને બાળકનું મોત

Accident News: રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Accident News

પરિવારનો માળો વિખેર્યો

follow google news

Accident News: રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં બાઈકને બોલેરો કારના ચાલકે ટક્કર મારતા પતિ-પત્ની અને બાળકનું મોત નિપજ્યું છે. આ બનાવ અંગે હાલ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બોલેરો કારે મારી હતી ટક્કર

મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંદરવાડાથી લંભો તરફ જતા માર્ગ પર પતિ-પત્ની અને બાળક બાઈક પર જતાં હતા. આ દરમિયાન સામેની તરફથી આવતી એક બોલેરો કાર બાઈક સાથે ધડાકાભેર અથડાતા બાઈક ચાલક પતિ રોડ પર અને તેની પત્ની રોડની બાજુમાં ફંગોળાઈ ગઈ હતી. 

પતિ-પત્નીના ઘટના સ્થળે જ મોત

આ અકસ્માત એટલો ભયાનક હતો કે પતિ-પત્નીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. બાઈકના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા અકઠા થઈ ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે  લુણાવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. 

કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ

તો લોકોએ અકસ્માત સર્જી ભાગતા બોલેરો કારના ચાલકને ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો. આ બોલેરો ગાડીના ચાલક સુરેશ કાળુભાઈ ડામોર નશો કરી ગાડી ચલાવી ત્રણ લોકોના જીવ લીધા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા  મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.

મૃતકોના નામ


- રમણભાઈ કાળુભાઈ નાયક 
- રમીલાબેન રમણભાઈ નાયક
- દુર્ગેશ રમણભાઈ નાયક

    follow whatsapp