વીરેન જોશી. મહિસાગરઃ દુકાનદાર ખેડૂતોને ખાતર સાથે નેનો યુરિયા બોટલ ફરજિયાત આપતા અને જો બોટલ ન લેવી હોય તો ખાતરના રૂપિયા વધુ માંગતા ખેડૂતમાં આક્રોશ જોવા મળ્યો હતો. યુરિયા ખાતર આમ પણ વારંવાર તેને લઈને બુમો ઉઠતી હોય છે. ખેડૂતો આમ પણ અન્ય ઘણી પરેશાનીઓથી લડી રહ્યા છે. જેમના કર્મથી અન્ય પરિવારોના ઘર સુધી ભોજન પહોંચે છે તેવા ખેડૂતોને લૂંટવામાં આવે ત્યારે આવા શખ્સોને માફિયાથી ઓછા ગણવા પણ મનને કઠી જાય.
ADVERTISEMENT
મહિસાગર જિલ્લામાં ગરીબ ખેડૂતોની હાલત કફોડી થઈ છે કારણકે મહિસાગર જિલ્લામા ખાતરનું વેચાણ કરતા ખાતર ડેપો પર યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ફરજિયાત ખેડૂતને આપવામાં આવે છે. જેને લઈને ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતને ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ફરજિયાત લેવાનું જણાવતા અને જો નેનો યુરિયાની બોટલ ન લો તો યુરિયા ખાતરનો ભાવ વધુ આપવો પડશે તેવું ખાતર વિતરક દ્વારા જણાવવામાં આવે છે. આજે મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નસીકપુર ગામે નસીકપુર એગ્રો વિતરક દ્વારા એક ખેડૂતને ખાતર સાથે નેનો યુરિયાની બોટલ લેવા અને જો બોટલ ન લેવી હોય તો વધુ રૂપિયા ખાતર પર ચુકવવાનું કહેતા ખેડૂતે ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરી હતી. જે પછી સંતરામપુર ખેતીવાડી અધિકારી દ્વારા આ બાબતે ખાતર વિતરક કરતા ડેપો માલિકને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.
કચ્છઃ પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસ સહિતના 7 આરોપીઓને PASA કરાઈ
નેનો બોટલ ખાતર જોડે ખરીદવાની જઃ જબરજસ્તી થતા ખેડૂતોમાં કચવાટ
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મહિસાગર જિલ્લામાં પ્રારંભિક વરસાદ બાદ ખેડૂતોએ પાકની વાવણી કરી દીધી હતી અને ત્યારબાદ ખાતરની અછત સર્જાતા માંડ માંડ યુરિયા ખાતર મળતુ હતું. તેમજ યુરિયા ખાતર સાથે ફરજિયાત નેનો યુરિયા બોટલ આપવામાં આવી રહી છે. ખેડૂતો પાસે ખાતર ખરીદી માટે રૂપિયાની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય છે ત્યારે એવામાં નેનો યુરિયા બોટલ ખાતર સાથે ફરજિયાત લેવાનો આગ્રહ કરાય છે. ખાતર વિતરકો દ્વારા કરવામાં આવી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે ચાલુ ઓગસ્ટ માસમાં સમગ્ર જિલ્લામાં નહિવત વરસાદ થતાં અને આગામી સમયમાં વરસાદ નહિ પડતો ઉભો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોના પડતા પર પાટું જેવા હાલ થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોનું જણાવવું છે કે ખાતર સાથે નેનો યુરિયા આપવામાં આવે નહીં કારણકે નેનો યુરિયા ખાતરનો મકાઈના ઉભા પાકમાં કે ડાંગરના પાકમાં છટકાવ કરવો ખેડૂતો માટે શક્ય નથી ત્યારે ખેતીવાડી અધિકારી ખાતર વિતરકને નોટિસ આપી ખેડૂતોને સંતોષ આપશે કે પછી ફરજિયાત નેનો યુરિયા ખાતરના ખેડૂતોને ન આપવા કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.
ADVERTISEMENT