Gujarat માં પણ બુરખા-ટોપી વિવાદ આવ્યો સામે, હિંદુ સંગઠનોનો હોબાળો

ખેડા : ગુજરાતમાં પણ હવે કર્ણાટક જેવી ઘટના સામે આવી છે. જેમાં ગુજરાત રાજ્યના ત્રીજા નંબરની ઉતરસંડા ITI માં એક વિવાદ સામે આવ્યો છે. જ્યાં…

gujarattak
follow google news

ખેડા : ગુજરાતમાં પણ હવે કર્ણાટક જેવી ઘટના સામે આવી છે. જેમાં ગુજરાત રાજ્યના ત્રીજા નંબરની ઉતરસંડા ITI માં એક વિવાદ સામે આવ્યો છે. જ્યાં નડિયાદ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આઇટીઆઇમાં કેટલીક વિદ્યાર્થીનીઓ બુરખો જ્યારે વિદ્યાર્થીઓ ટોપી પહેરીને આવતા હોવાના આરોપ સાથે હિંદુ સંગઠન દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.

વિધર્મીઓ ટોપી-બુરખા પહેરીને આવે છે
વિધર્મી વિદ્યાર્થીઓ ટોપી બુરખા અને ચોક્કસ ધર્મના પોશાક પહેરીને આવતા હોવાનો વિવાદ સામે આવ્યો છે. મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના લોકો અને વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લામંત્રી સહિતના લોકોએ ITI ના પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી.

ગુજરાતની પ્રતિષ્ઠિત ITI પૈકીની એક
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉતરસંડા આઈટીઆઈ ગુજરાતમાં ત્રીજા નંબરની સૌથી મોટી આઈટીઆઈ ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ ધર્મના પોશાક પહેરીને જઇ શકાય નહી તેવી સ્પષ્ટ ગાઇડલાઇન હોવા છતા પણ અહીં આ ધર્મનું પાલન કરવામાં નહી આવતું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આઇટીઆઇના પ્રિન્સિપાલે હિંદુ સંગઠનોએ રજુઆત કરી
આ અંગે આઇટીઆઇના પ્રિન્સિપાલને હિંદુ સંગઠનો દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ મામલે આગળ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઝલદ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે. જો કે આ અંગે હજી સુધી પ્રિન્સિપાલે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.

(વિથ ઇનપુટ હેતાલી શાહ)

    follow whatsapp