GUJARAT માં NCP અને કોંગ્રેસ વચ્ચે અધિકારીક ગઠબંધન, આ ફોર્મ્યુલાથી લડશે ચૂંટણી

ગાંધીનગર : ગુજરાતમાં હવે ચૂંટણીની મોસમના પગલે રાજકારણ પુરબહારમાં ખીલી રહ્યું છે. ગુજરાત સરકાર પણ હાલમાં આંદોલનોનાં વમળમાં ફસાયેલી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની…

gujarattak
follow google news

ગાંધીનગર : ગુજરાતમાં હવે ચૂંટણીની મોસમના પગલે રાજકારણ પુરબહારમાં ખીલી રહ્યું છે. ગુજરાત સરકાર પણ હાલમાં આંદોલનોનાં વમળમાં ફસાયેલી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા જાણે કે રાજકીય પક્ષોનો પણ રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે.આ વખતે AIMIM,AAP સહિત અનેક પ્રાદેશીક પાર્ટીઓ ગુજરાતમાં આવીને પોતાના ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રાખી રહી છે. જો કે આ વર્ષે NCP એ પણ આ બાબતે કમર કસી હોય તેવું લાગી રહ્યું છે.

NCP અને કોંગ્રેસ વચ્ચે બંધ બારણે બેઠકનું આયોજન
NCP ગુજરાતના પ્રમુખ જયંતી બોસ્કી અને કોંગ્રેસ નેતા રઘુ શર્મા વચ્ચે આજે બંધ બારણે બેઠક આયોજીત થઇ હતી. જેમાં આગામી ચૂંટણીને ધ્યાને રાખીને રણનીતિ પર ચર્ચા થઇ હતી. જો કે કેન્દ્રીય સ્તરે એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનમાં છે. પરંતુ ગુજરાતમાં સ્થિતિ ડામાડોળ જોવા મળી હતી. ગત્ત વિધાનસભા ચૂંટણીમાં જયંતી બોસ્કી સામે કોંગ્રેસે ઉમેદાર ઉભો કર્યો હતો. જેના કારણે જયંતી બોસ્કીને હારવાનો વારો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જયંતી બોસ્કી2012 માં અહીંથી જીત્યા હતા પરંતુ 2017 માં કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખતા બોસ્કીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના ગોવિંદ પરમાર જીતી ગયા હતા.

જયંતી બોસ્કીએ અધિકારીક રીતે ગઠબંધન થયાની માહિતી આપી
જો કે આજની મીટિંગ અંગે GUJARAT TAK દ્વારા જયંતી બોસ્કીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, હા હું આજે રઘુ શર્માને મળ્યો હતો. અમારા સીટ શેરિંગ અંગેની ચર્ચા હતી. અમારૂ ગઠબંધન થઇચુક્યું છે. અમે 12 સીટની માંગણી કરી છે. જો કે કોંગ્રેસ સાથે મળીને આ અંગે ચર્ચા કરીશું. અમારૂ ગઠબંધન મજબુત બને તેવો પ્રયાસ કરીશું. કોંગ્રેસ અને અમારા મતની વહેંચણી ન થાય અને સંયુક્ત રીતે અમે સરકાર બનાવીએ તેવા પ્રયાસો છે. અમારુ ગઠબંધન થઇ ચુક્યું છે. આ વખતે અમને સરકાર બનાવતા કોઇ નહી અટકાવી શકે.

    follow whatsapp