BOTAD માં વડાપ્રધાને કહ્યું, ઘર ભરનારાઓને ઘરે મોકલવાનો સમય આવી ગયો છે

બોટાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આજના તેમના બીજા દિવસના કાર્યક્રમમાં PM મોદીએ બોટાદમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમણે કોંગ્રેસ…

gujarattak
follow google news

બોટાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આજના તેમના બીજા દિવસના કાર્યક્રમમાં PM મોદીએ બોટાદમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમણે કોંગ્રેસ પર તો આકરા પ્રહારો કર્યા જ હતા. સાથે સાથે તેમણે ના લીધા વગર આપ પર પણ પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ યુવાનોને 100 ટકા મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભુતકાળને પણ યાદ કરાવ્યો હતો. ગુજરાતમાં અગાઉ કેવી સ્થિતિ છે તે અંગે પણ કેટલાક ઉદાહરણો આપ્યા હતા.

વિકાસની ગેરેંટી આપતી એકમાત્ર પાર્ટી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટી વિકાસની ગેરેંટી આપતી એકમાત્ર પાર્ટી છે. અમે લોકોને રાજ્યને અને દેશને મજબુત બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ. અમે 100 વર્ષનું કામ પૂરું કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. જેથી આગામી સમયમાં ગુજરાતને પાછું વળીને જોવું નહીં પડે. પ્રગતીના અનોખા શીખરો સર કરવા તરફ અગ્રેસર છે.

ગુજરાતના વિકાસ માટે અમારા નેતાઓએ આખુ જીવન ખપાવી દીધું છે
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પણ આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત તેમણે નામ લીધા વગર આપની પણ ઝાટકણી કાઢી હતી. પીએમએ કોઈપણ પાર્ટીનું નામ લીધા વગર તેમણે અન્ય પાર્ટી પર પ્રહાર કર્યા હતા. પીએમએ જણાવ્યું કે, આ લોકો જે બહારથી આવીને ગુજરાતને બદનામ કરવાનું અભિયાન ઉપાડ્યું છે. આ નકારાત્મકતાથી કોઈનું ભલું થવાનું નથી. તે બધાએ પોતાના ઘર ભરવા માટે જિંદગી ખપાવી દીધી છે. આપણે ગુજરાતને સમૃદ્ધ બનવવાનું છે. ગુજરાતને ચેતનવંતુ બનાવવાનું છે. ગુજરાતના વિકાસમાં પથ્થરો નાખવાનુ કામ કરી રહ્યા છે. વાર-તહેવારને ગુજરાતીઓને ગાળો આપનારી આખી જમાતને અહીંથી વિદાય આપવાની છે. જેના માટે તમારે બધાએ મતદાન કરવાનું છે.

    follow whatsapp