ભાવનગરા હાડાટોડા ગામે લગ્ન પ્રસંગમાં એક ખુબ જ કરૂણ બનાવ બન્યો છે. જેમાં 24 તારીખે લગ્નના ફુલેકામાં વરરાજાના ઘોડા પાસે અનેક કરતબો કરાવવામાં આવી રહ્યા હતા. દરમિયાન ઘોડો લપસી જતા તે વરરાજા પર પટકાયો હતો. વરરાજા પર ઘોટો પટકાવાના કારણે તેના મણકા અને પાંસળીઓ ભાંગી ગયા હતા. ખુબ જ ગંભીર સ્થિતિમાં વરરાજાને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વરરાજાને બચાવી તો લેવાયા હતા. જો કે આશરે 10 લાખથી પણ વધારેનો ખર્ચ વરરાજાને આવ્યો હતો. આ ઉપરાંત વરરાજાએ હવે આજીવન પથારીવશ રહેવું પડશે.
ADVERTISEMENT
વરઘોડામાં દેખાદેખીમાં ઘોડા પાસે કરતબ કરાવવાનું ચલણ
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં દેખાદેખીમાં વરઘોડામાં ઘોડા પાસે અનેક પ્રકારના કરતબો કરાવવામાં આવે છે. જેમાં ઘોડાને ખાટલા પર નચાવવાથી માંડીને ઘોડાને બે પગ પર ઝાડ કરીને તેની પાસે અલગ અલગ કરતબો કરાવવામાં આવે છે. જેને એક ગર્વનો વિષય માનવામાં આવે છે. જો કે યોગ્ય ટ્રેનિંગના અભાવે ઘોડાઓ પણ ડીજે અને બેન્ડના અવાજમાં ભડકી જતા હોય છે. આ ઉપરાંત કરતબમાં જો જરા પણ ચુક થાય તો ઘોડાઓ વરરાજા પર પડવાના અનેક બનાવોના વીડિયો અવાર નવાર વાયરલ થતા હોય છે.
ઘોડાનો પગ લપસ્યો અને વરરાજાનું જીવન બરબાદ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના હાડાટોડા ગામે લગ્ન પ્રસંગ હતો. સૌ કોઇ ખુશ હતું. વરરાજાનું ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. ડીજે અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. દરમિયાન ઘોડા પાસે કરતબો કરાવાઇ રહ્યા હતા. જેમાં ઘોડાને બે પગ પર ઝાડ કરીને ઉંચે પકડી રખાયેલા ખાટલા પર ઉભો રાખવાનોહ તો. જો કે ઘોડાએ ખાટલા પર બે પગ મુક્યા ત્યારે પાછળના બે પગ લપસી ગયા હતા. જેના કારણે ઘોડો વરરાજા પર પડ્યો હતો. વરરાજાની પાંસળી અને મણકા ભાંગી ગયા હતા.
ADVERTISEMENT