ભાવનગર : જિલ્લાના વલ્લભીપુર-ઉમરાળા હાઇવે પર 13 તારીખે રાત્રે લક્ષ્મી પેટ્રોલપંપ નજીક અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં એક જ પરિવારનાં 4 લોકોનાં મોત નિપજ્યાં હતા. હાલ આ ઘટનાનાં CCTV સામે આવ્યા છે. આ સીસીટીવીના કારણે લોકોનો ગુસ્સો ડમ્પર ચાલક પર ફાટી રહ્યો છે.
ADVERTISEMENT
બંન્ને ડમ્પર ચાલકો હાઇવેની વચ્ચે ડમ્પર ઉભુ રાખીને વાતોએ ચડ્યાં
CCTV માં સ્પષ્ટ દેખાય છે કે, બંન્ને ડમ્પર ચાલકો હાઇવેની વચ્ચોવચ ઉભા રહીને વાતો કરતા હોય છે. જેના કારણે આખો રોડ બ્લોક થઇ ગયો હતો. ત્યારે સ્પીડથી આવી રહેલી ગાડી અચાનક જ આખો રોડ બ્લોક હોવાનાં કારણે ગાડી સીધી જ ટ્રકમાં પાછળથી ઘુસી જાય છે. અમરેલીનો આહીર પરિવાર સુરતથી પરત ફરી રહ્યો હતો. દરમિયાન ભાવનગરના ઉમરાળા નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આહીર પરિવારના ત્રણ સભ્યોનાં તો ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માત બાદ મૃતદેહો બહાર કાઢવા પતરા ફાડવા પડ્યાં
અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડી કડુસલો બોલી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરા તોડવા પડ્યાં હતા. આ અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. હાલ આ વીડિયો જોઇને લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હાલ તો મૃતકના મોટા ભાઇ દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
ADVERTISEMENT