Banaskantha માં યુવક પર 2 વિધર્મી યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Banaskantha News : બનાસકાંઠાના દાંતા તાલુકાના હદાડ ગામે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક 15 વર્ષીય કિશોર સાથે બે નરાધમો દ્વારા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Banaskantha News

follow google news

Banaskantha News : બનાસકાંઠાના દાંતા તાલુકાના હદાડ ગામે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક 15 વર્ષીય કિશોર સાથે બે નરાધમો દ્વારા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે સમાજમાં ભારે રોષ ફેલાયો છે. પીડિતને ન્યાય આપવાની માંગ સાથે લોકોએ પોલીસ સ્ટેશન પર વિશાળ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. સ્થાનિકોએ રેલી કાઢી બંન્ને આરોપીઓને ઝડપથી પકડી લેવા જણાવ્યું છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. 

હદાદમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આ વિકૃત ઘટનાનો ભોગ બનનાર યુવક ધોરણ 10 માં અભ્યાસ કરે છે. યુવકને હદાદ ગામના જ બે અપરાધીઓએ પોતાની વિકૃત વાસના સંતોષવા માટે પોતાનો શિકાર બનાવ્યો હતો. જંગલો તરફ એકાંતમાં લઇ જઈ તેના પર સૃષ્ટિ વિરૂદ્નનું કૃત્ય આચર્યું હતું. આ ઉપરાંત ધાક-ધમકીઓ આપીને કોઇને ન કહેવા જણાવ્યું હતું. જો કે સમગ્ર મામલે યુવકે હિંમત કરી ઘટનાની જાણ કરતા આ અપરાધીઓનો ભાંડો ફૂટ્યો હતો. ઘટનાને પગલે હિન્દુ સંગઠનો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. 

ગ્રામજનો રેલી યોજી પોલીસ મથકે રજુઆત કરી

આ બાબતે આજે સવારે હડાદ ગામમાં આવેલી વાડીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ન્યાયિક લડાઈની ચર્ચા કરાઇ હતી. ત્યાર બાદ સેંકડોની સંખ્યામાં ગ્રામજનો દ્વારા હડાદ ગામમાં રેલી યોજવામાં આવી હતી. આ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માંગ થઇ રહી છે. હડાદ ગામની રેલી બાદ ગ્રામજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હડાદ ગામના વેપારીઓ અને ગ્રામજનોએ પણ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. હડાદ ગામમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી લોકો આજની બેઠક અને રેલીમાં જોડાયા હતા.

લઘુમતીઓએ પણ ઘટનાને વખોડી

અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને આરોપીઓ લઘુમતી કોમના છે. જોકે આ વિસ્તારના લઘુમતી સમાજના આગેવાનો દ્વારા પણ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. તેની વિરુદ્ધ તમામ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત તેમના દ્વારા શક્ય તમામ મદદની પણ બાંહેધરી આપવામાં આવી હતી. 

    follow whatsapp