અમદાવાદમાં ગૌચરની જમીન પર દબાણની નોટિસ આપવા ગયેલી ટીમને ટોળાએ બંધક બનાવી

અમદાવાદ: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની છે. માલધારીઓ દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવે છે. આ વચ્ચે ગુરુવાીરે સાબરમતીના જવાહર…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની છે. માલધારીઓ દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવે છે. આ વચ્ચે ગુરુવાીરે સાબરમતીના જવાહર ચોકમાં ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા નોટિસ આપવા ગયેલા કર્મચારીઓને 250ના ટોળાએ ઘેરી લીધા હતા. આટલું જ નહીં મહિલા રેવન્યૂ તલાટી સહિતની ટીમને હાથ-પગ તોડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જોકે 4 કલાક બાદ પોલીસ આવતા તલાટી સહિતની ટીમને છોડાવવામાં આવ્યા હતા.

4 કલાક સુધી મહિલા તલાટીને ગોંધી રાખ્યા
ઘટનાની વિગતો મુજબ, ગાંધીનગરમાં રહેતા મહિલા રેવન્યૂ તલાટી સાબરમતી રામનગર ચોક ખાતે અચેર સરકારી ચાવડીમાં ફરજ બજાવે છે. અચેર ગામની સીમમાં આવેલી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર મકાનો બનાવી દેવાયા હતા. જેની નોટિસ આપવા માટે આ મહિલા રેવન્યૂ તલાટી તેમની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. એવામાં સ્થાનિક વિસ્તારના 250 જેટલા લોકોએ ભેગા થઈને ટીમને ઘેરી લીધી હતી અને ત્યાંથી જવાનો પ્રયાસ કરવા પર હાથ-પગ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત સમગ્ર ટીમના મોબાઈલ ફોન પણ લઈ લીધા હતા.

પોલીસે આવી તમામને છોડાવ્યા
સાબરમતી વિસ્તારમાં લગભગ 4 કલાક સુધી આ ડ્રામા ચાલ્યો હતો. જોકે બાદમાં પોલીસ ત્યાં પહોંચી હતી અને દબાણ ખાતાની ટીમને છોડાવી હતી. આ સમગ્ર મામલે હવે મહિલા તલાટીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં 250 માણસના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

    follow whatsapp