અમદાવાદ : પુત્રી પર સૌથી વધારે પ્રેમ પોતાના પિતાને હોય છે. જો કે અમદાવાદના ચાંદલોડિયામાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પિતાએ પોતાની સગી 9 વર્ષની દીકરી પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. કોઇ પોતાના દુશ્મન સાથે પણ આવું કરતા પહેલા વિચારે તેવું કૃત્ય પોતાની પુત્રી સાથે કરી હતી. દીકરીના મામાને પિતાના આ રાક્ષસી કૃત્યની જાણ થઇ અને પિતાથી બચાવી મામા પોતાની ભાણીને પોતાના ઘરે લઇ આવ્યા. આ મુદ્દે અત્યાચારી પિતા સામે અમદાવાદની સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે.
ADVERTISEMENT
છુટાછેડા બાદ સમાજના આગેવાનોને વચ્ચે નાખી પુત્રીનો કબજો લીધો
અત્રે ઉલ્લેખનીય છે કે, માતા-પિતાના છુટાછેડા થાય ત્યારે સૌથી વધારે સહન બાળકોએ કરવું પડતું હોય છે. આવુ જ કંઇક 9 વર્ષની બાળકી મેશ્વાસ સાથે પણ થયું હતું. માતા પિતાએ છુટાછેડા થતા માતાએ બીજા લગ્ન કરી લીધા હતા. દીકરી પોતાના પિતા સાથે રહેવા લાગી હતી. કડીના બલાસર ગામે રહેતા અને તેના મામા જામાભાઇ રબારી દીકરીને રાખવાતૈયાર થયા હતા. જો કે તેના પિતાએ સમાજના આગેવાનોને વચ્ચે રાખીને પોતાની બાળકીને લઇ ગયા હતા.
બાળકીને ખુબ જ વિકૃત રીતે ટોર્ચર કરવામાં આવી
જો કે માત્ર ત્રણ જ મહિનામાં 9 વર્ષની બાળકીએ એવી ભયંકર યાતનાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. દીકરીને ગરમ તવાના ડામ આપવાનું શરૂ કર્યું હતું. દીકરીના શરીરનો એક પણ ભાગ એવો નથી કે જેના પર ડામ આપવામાં ન આવેલા હોય. માસુમ બાળકીની આંખ પર પણ મુક્કા મારવામાં આવતા હતા. આ ઉપરાંત તેની આંખ પર મુક્કા વાગવાને કારણે તેની આંખ પણ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. હાલ તો બાળકીનો કબજો તેના મામાએ ફરી લઇને બાળકીને સારવાર માટે ખસેડી છે.
ADVERTISEMENT