અમદાવાદ: રાજ્યમાં કોંગ્રેસ હવે ફરી થોડી એક્ટિવ જોવા મળી રહી છે. વિધાનસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ વિધાનસભાના પરિણામનું પુનરાવર્તન લોકસભામાં થવા દેવ નથી માંગતા. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ફૂટેલા પેપર મામલે હવે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ જુનિયર કલાર્કની 1181 પદ માટેની ભરતી અંગે 29 જાન્યુઆરી 2023 એ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમનું પેપર ફૂટતા પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી. જેને લઈને કોંગ્રેસ પ્રવક્તાએ મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યા છે.
ADVERTISEMENT
ગુજરાત પંચાયત પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.જેના લીધે 9.5 લાખ જેટલા ઉમેદવારો માનસિક-આર્થિક અને શારીરિક મુશ્કેલીનો ભોગ બન્યા. ત્યારે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને હવે જેલ હવાલે છે. ત્યારે કોંગ્રેસે આ મામલે સવાલ કરતાં કહ્યું કે, સમગ્ર તપાસમાં જે રીતે પોલીસ કામગીરી ચાલી રહી છે.તેની વિગતો વર્તમાનપત્રોમાં સામે આવે છે. સમગ્ર પેપરલીક કાંડમાં જે જે લોકો હાલ આરોપી તરીકે પોલીસે ધરપકડ કરેલ છે તેમની મોટા ભાગના આરોપીનું ભૂતકાળ ગેરરીતી-કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું સામે આવી રહ્યું છે.
મનીષ દોશીએ કર્યા સવાલો
બોર્ડના સભ્ય રાધિકા કચોરીયા જે ભાજપાના પદાધિકારી છે. પેપરલીક ઘટના બાદ તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સમગ્ર પરીક્ષાની કામગીરી આઉટસોર્સ એજન્સીને આપેલ છે. જે અંગે બોર્ડની જાણમાં હોતું નથી અને ખાનગી હોય છે. ત્યારે સૌથી અગત્યની બાબતો અંગે રાજ્ય સરકારનું મૌન ચિંતાજનક છે.ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીણએ સવાલો કર્યા છે.
કોંગ્રેસના મુખ્યમંત્રીને સવાલો
1 ) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર પ્રિન્ટીંગ અંગે બોર્ડના કયા પદાધિકારી- અધિકારીએ નિર્ણય કર્યો હતો?
2 ) પ્રિન્ટીંગ પ્રેસ પસંદ કરી તેને જુનિયર ક્લાર્કના પેપરની છપામણીનો કોન્ટ્રકટ અંગે ખાનગી બાબત હોઈ તો પછી પેપર લીક કરનાર તત્વોને માહિતી આપનાર કોણ? શું બોર્ડનાં કોઈ અધિકારી- પદાધિકારીની સંડોવણી છે ?
3 ) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ખાનગી કામો માટેની એજન્સીની જવાબદારી શું ? તેની સામે ક્યાં પગલા ભરાયા?
4 ) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તેના કાયદા મુજબ સંપૂણ સરકારી બોર્ડ છે તો પછી તેની ગુપ્ત-ખાનગી કામગીરી આઉટસોર્સ એજન્સીને સોપવાનો નિર્ણય કોનો હતો?
એક તરફ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ત્યારે પરિણામનું પુનરાવર્તન ન થાય તે માટે હવે એક્ટિવ જોવા મળી રહી છે. રાજ્યમાં હવે તમામ મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે પેપર લીક મામલે કોંગ્રેસ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે.
ADVERTISEMENT