સ્મગલીંગની ઘટનાને અટકાવવા નક્કર પગલું, બંદરગાહો પર ટ્રેન સ્કેન કરવા સ્કેનર લગાવવાની તૈયારી

કૌશિક કાંઠેચા, કચ્છ: ગુજરાતના પોર્ટ પર કે પોર્ટ આસપાસ અનેક વખત સ્મગલીંગ ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે સરકારે આ સ્મગલીંગની ઘટનાને અટકાવવા માટે સરકાર…

gujarattak
follow google news
કૌશિક કાંઠેચા, કચ્છ: ગુજરાતના પોર્ટ પર કે પોર્ટ આસપાસ અનેક વખત સ્મગલીંગ ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે સરકારે આ સ્મગલીંગની ઘટનાને અટકાવવા માટે સરકાર એક્શન મોડ પર આવી શકે છે. મુંદ્રા પોર્ટ પર 100 કરોડ જેટલા જંગી ખર્ચે આખી રેલવે રેકને સ્કેન કરી શકતું સ્કેનર લગાવવાને લીલીઝંડી મળી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
દેશના સૌથી મોટા બે પોર્ટ કચ્છમાં આવેલા છે. જે પરથી ગત કેટલાક વર્ષોમાં ડ્રગ્સ, રક્તચંદન સહિતના સ્મગલીંગ ઘટનાઓ વારંવાર સામે આવતી રહી છે. જ્યારે પોર્ટ અને શીપીંગ મંત્રાલય દ્વારા દેશના મહત્વના પોર્ટ્સ પર વધુ કન્ટેનર સ્કેનર મશીન લગાવવાનો નિર્ણય લેવાયો છે. તેમાં તમામ મહત્વના બંદરગાહોને આવરી લેવામાં આવનાર છે. તેવું એક શિપિંગ મંત્રાલયનાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. મુંદ્રા પોર્ટ પર 100 કરોડ જેટલા જંગી ખર્ચે આખી રેલવે રેકને સ્કેન કરી શકતું સ્કેનર લગાવવાને લીલીઝંડી મળી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
બજેટમાં થઈ શકે છે જાહેરાત 
ભારતનું સૌથી મોટું સરકારી પોર્ટ DPA કંડલા અને સૌથી મોટું ખાનગી પોર્ટ મુંદ્રા અદાણી પોર્ટ છે. જે બન્ને પોર્ટ માં અવારનાર સ્મગલીંગની મોટા ભાગની ઘટનાઓથી સામે આવતી રહે છે. જેના કારણે પારદર્શિતા વધુ સુરક્ષાને સજજ બનાવવા વધુ સ્કેનર મૂકવા માં આવશે.ત્યારે હવે કેંદ્ર સરકાર મહત્વપુર્ણ પોર્ટ્સને ચીહ્નીંત કરીને ત્યાં અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક સ્કેનર લગાવવાનો નિર્ધાર કરી રહી છે.  જે અંગે સંભવિત રૂપે આવનારા બજેટમાં આ બાબતે જાહેરાત થઈ શકે છે.
    follow whatsapp