અમદાવાદ : ઉત્તરપ્રદેશના મધ્યાંચલ પાવર કોર્પોરેશન દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જો કે હવે આ ટેન્ડરને રદ્દ કરીદેવામાં આવ્યું છે. આ ટેન્ડરમાં અદાણી ગ્રુપ, જીએમઆર, એલએન્ડટી સહિત અનેક કંપનીઓએ હિસ્સો લીધો હતો. જો કે આ ટેન્ડરના અંતિમ સ્ટેજ સુધી અદાણી ગ્રુપની પહોંચ હતી. જો કે મીટરના રેટ મુદ્દે વાતચીત ચાલી રહી હતી. જો કે અચાનક સમગ્ર ટેન્ડરને જ રદ્દ કરી દેવામા આવ્યું હતું.
ADVERTISEMENT
આશરે 2.5 કરોડ મીટર માટે 25 હજાર કરોડ રૂપિયાનું ટેન્ડર
ઉત્તરપ્રદેશમાં 2.5 કરોડ સ્માર્ટ મીટરનું ટેન્ડર ભરાયું હતું. જેની આશરે કિંમત 25 હજાર કરોડ રૂપિયા હતી. ઉત્તર પ્રદેશના ચાર ક્લસ્ટર મધ્યાંચલ, દક્ષિણાંચલ, પશ્ચિમાંચલ અને પૂર્વાંચલે પોત પોતાના ક્ષેત્રોમાં સ્માર્ટ મીટર લગાવવા માટે અલગ અલગ ટેન્ડર બહાર પાડ્યા હતા. આ ટેન્ડર માટે બે શરતો હતી.
સ્માર્ટ મીટર મેળવવાની તમામ પ્રક્રિયાઅદાણીએ પુર્ણ કરી
સ્માર્ટ મીટર ટેન્ડર મેળવવા માટે સૌથી પહેલા કંપનીને ટેક્નીકલ બીડ પાસ કરવાનું હતું. તમામ ક્લસ્ટરના ટેક્નિકલ બીડમાં અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશન, JMR, L&T અને ઇન્ટેલ સ્માર્ટ ક્વોલિટી પાસ થયા હતા. ત્યાર બાદ કંપનીઓએ પ્રાઇસ બીડ ભરી હતી.જેમાં કઇ કંપની કેટલા રૂપિયામાં સ્માર્ટ મીટર લગાવશે. તેનો ભાવ આપવાનો હતો.
વિભાગ અનુસાર બે વિભાગના ટેન્ડર અદાણીને મળ્યાં
મધ્યાંચલ અને દક્ષિણાંચલમાં અદાણી ટ્રાન્સમિશને સૌથી ઓછી કિંમત રહી હતી. જ્યારે પૂર્વાંચલમાં જેએમઆર અને પશ્ચિમાંચલમાં ઇંટેલ સ્માર્ટનો ભાવ સૌથી ઓછ રહ્યો હતો. તેવામાં નિયમ અનુસાર જે કંપનીએ સૌથી ઓછી કિંમતે ટેન્ડર ભર્યું હોય તેને ટેન્ડર મળે. જો કે મીટરની કિંમત મુદ્દે પેચ ફસાયો હતો.
ભારત સરકારના નિયમને માળીયે ચડાવી અદાણીએ ટેન્ડર ભર્યું
ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર એક સ્માર્ટમીટરની કિંમત 6 હજાર રૂપિયા હોવી જોઇએ. જો કે અદાણીએ પોતાના પ્રાઇસ બીડમાં એક સ્માર્ટ મીટરની કિંમત 10 હજાર રૂપિયા રાખી હતી. જે ભારત સરકારની ગાઇડલાઇનથી 65 ટકા વધારે હતા. જેનો વિરોધ વિદ્યુત નિયામક પંચમાં ગ્રાહક પરિષદે કર્યો હતો. વિરોધ બાદ જ્યારે મધ્યાંચલ કોર્પોરેશને 70 લાખ સ્માર્ટ મીટર લગાવવાના ભાવ અંગે મેળ ન પડ્યો તો આખુ ટેન્ડર જ નિરસ્ત કરી દેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT