અમદાવાદ: લોક સાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં છે. ત્યારે આજે દેવાયત ખવડ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દેવાયત ખવડના જામીન હાઇકોર્ટ મંજુર કર્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન મંજૂર થયા છે.
ADVERTISEMENT
6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન મંજૂર થયા છે. 72 દિવસના જેલ વાસ બાદ દેવાયત ખવડના જામીન મંજુર થયા છે. હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલો ધ્યાને લઈ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા
જાણો શું હતી ઘટના
સાતમી ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ દ્વારા તેમજ તેના એક સાગરિત દ્વારા મયુરસિંહ રાણાને લોખંડના પાઇપ વડે માર મારીને ઇજા પહોંચાડવામાં આવી હતી. જે મામલે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જે ગુનો નોંધાયા બાદ આઠ થી દસ દિવસ સુધી તમામ આરોપીઓ ફરાર રહ્યા હતા. પોલીસ એક પણ આરોપીને સામેથી પકડી શકી નહોતી. તમામ આરોપીઓ થોડા દિવસો બાદ એક બાદ એક કરી પોલીસ સમક્ષ સામેથી હાજર થયા હતા.
દેવાયત ખવડ 10 દિવસથી હતો ફરાર
મારામારીના ગુનામાં દસ દિવસ દેવાયત ખવડ ફરાર હતો. એટલુ જ નહી તેણે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી પણ કરી હતી. બીજી તરફ ઈજા પામનાર મયુરસિંહના પરીવારજનોએ તત્કાળ દેવાયત ખવડની ધરપકડ કરવા માંગણી કરી હતી.
વાત પ્રધાનમંત્રી ઓફિસ સુધી પહોંચી હતી
રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ કેટલાંય દિવસોથી ફરાર હતા. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી હતી. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી હતી.રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ થોડા દિવસો બાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો.
ADVERTISEMENT