રાજકોટ: રાજકોટ (Rajkot) નો રમેશ ફેફર (Ramesh pfeffer)વધુ એક વાર વિવાદનું કારણ બન્યો છે. આપ જાણતા હશો જ આ ચહેરાને પરંતુ જો નથી યાદ આવી રહ્યું તો આપને જણાવી દઈએ કે આ એ જ શખ્સ છે જેણે અગાઉ પોતાને કલ્કી અવતાર જાહેર કરીને તાયફા કર્યા હતા. રમેશનો વધુ એક બફાટ સામે આવ્યો છે. રમેશની ટિપ્પણીથી બ્રાહ્મણ તથા ક્ષત્રિય સમાજના લોકો ભડક્યા છે. કેટલાક લોકો તો રમેશના ઘર સુધી પહોંચી ગયા હતા અને ઘરની બહારથી માફિ માગવાની માગ કરી રહ્યા હતા. જોકે આ મામલાને લઈને પોલીસે પણ એક્શન લીધી છે. રમેશની અટકાયતના પગલા ભર્યા છે.
ADVERTISEMENT
વિવાદનું કારણ શું?
રાજકોટના રમેશ ફેરર નામના વ્યક્તિનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જેમાં હિંદુ ધર્મ અંગે વિવાદીત ટિપ્પણી કરાઈ હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટસની વાત કરીએ તો તેમાં જણાવાયું છે કે આ કારણે વિવિધ સમાજો ગુસ્સે ભરાયા છે અને તેના કારણે પોલીસે રમેશ ફેરરની અટકાયત પણ કરી લીધી છે. આ શખ્સે ચંદ્રયાન 3ને પલ્બીસિટી સ્ટંટ ગણાવ્યો છે અને સાથે જ પરશુરામને રાક્ષસ તરીકે વર્ણવ્યા જેને કારણે વિવિધ સમાજના લોકો ભડક્યા છે. રમેશે વારંવાર વિવાદોનો પર્યાય બનતો જઈ રહ્યો છે. હાલમાં તેણે બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામની સરખામણી રાક્ષસ સાથે કરી હતી. તેણે ચંદ્રયાન 3 લેન્ડિંગને સ્ટંટ કહ્યો હતો. તેણે કહ્યું કે ચંદ્રયાનના ખર્ચના 615 કરોડ રૂપિયાનો ચૂંટણી પ્રચાર છે.
‘PM મોદીએ લેન્ડિંગ પોઈન્ટનું ‘શિવશક્તિ’ કેવી રીતે રાખ્યું? ચંદ્રના માલિક નથી..’ ભડક્યા કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી
મોંઢુ કાળું કરનારને 11000ના ઈનામની જાહેરાત
દરમિયાન બ્રહ્મસમાજના આગેવાન હેમાંગ રાવલે રમેશ ફેરરનું મોંઢુ કાળુ કરનાર વ્યક્તિને 11000 રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી દીધી છે. જે પછી તો આ મામલો ખુબ ઉગ્ર બન્યો છે. આ મામલે રમેશની સામે પોલીસે તાત્કાલીક પગલા હાથ ધર્યા હતા. પોલીસે રમેશ સામે અટકાયતી પગલા લીધા છે.
ADVERTISEMENT