અમદાવાદ: રાજ્યમાં ઘરેલુ કંકાશના કારણે છૂટાછેડાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન બાળક જો પિતા પાસે રહે અથવા તો પિતા તેમણે લઈ આવે તો અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. કે જે વ્યક્તિ સદભાવના સાથે તેના સગીર બાળકનો કબજો લે છે તેના પર અપહરણનો ગુનો દાખલ કરી શકાતો નથી.
ADVERTISEMENT
ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, કે જે વ્યક્તિ સદભાવના સાથે તેના સગીર બાળકનો કબજો લે છે તેના પર અપહરણનો ગુનો દાખલ કરી શકાતો નથી. સગીરનું અપહરણ કરવાનો ગુનો એવા કિસ્સામાં લાગુ કરી શકાતો નથી, કારણ કે પિતા સિવાય બીજા કોઈની જેમ માતા બાળકની કાયદેસર વાલી હોઈ શકે છે. આ અવલોકન કરીને જસ્ટિસ ઈલેશ વોરાએ આણંદમાં તેના પૈતૃક ઘરમાં અપહરણ અને ગુનો કરવા બદલ એક મહિલાએ તેના પતિ અને તેના ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદને કોર્ટે રદ્દ કરી હતી.
2005માં કર્યા હતા લગ્ન
આ દંપતીએ 2005માં લગ્ન કર્યા હતા. જે બાદ તેમને બે બાળકો થયા હતા. 2015માં ફરિયાદ દાખલ કરતી વખતે એકની ઉંમર 8 વર્ષ હતી અને બીજાની ત્રણ વર્ષ હતી. જ્યારે મહિલા પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેના ત્રણ વર્ષના પુત્ર સાથે આણંદમાં તેના પૈતૃક ઘરે જવા માટે નીકળી હતી. ત્યારબાદ પુરુષે હીરાએ મધ્ય પ્રદેશના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની લાપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે તેને ખબર પડી કે પત્ની તેના માતા-પિતાના ઘરે છે, ત્યારે તે અને તેનો ડ્રાઈવર આણંદ પહોંચ્યા હતા. પત્ની અને જન્મેલા બાળખની સંભાળ રાખવા માટે કોઈ નથી એવું માનીને તેણે સગીર છોકરાની કસ્ટડી લીધી હતી. બાદમાં તેણીનીએ તેમના પતિ અને તેના ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લાંબા સમયથી વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે અને તેણે કાયદેસરના વાલીપણામાંથી બાળકનો કબજો લીધો હતો. જે બાદ પોલીસે મહિલાના પતિ નાએ તેના ડ્રાઈવર વિરુદ્ધ 2016માં ચાર્જશીટ દાખલ કરી હતી. જેને મહિલાના પતિએ પોતાના વકીલ દ્વારા હાઈકોર્ટમાં પડકારી હતી.જેમાં એવી રજૂઆત કરવામાં આવી તી કે તેના પર અપહરણનો આરોપ લગાવી શકાય નહીં, કારણ કે તે બાળકનો કાયદેસરનો વાલી છે અને તેની કસ્ટડી લીધી હતી. જેથી તેની પત્ની તેની ગર્ભાવસ્થાની કાળજી લઈ શકે. જો કોઈ કૃત્ય અનૈતિક અથવા ગેરકાયદેસર હેતુ માટે કરવામાં આવ્યું હોય તો આવા ગુનાની અરજી કરી શકાય છે. હાઈકોર્ટે તર્કો સ્વીકાર્યા હતા અને નિર્ણય લીધો કે છોકરો પિતાના વાલીપણા હેઠળ છે, કારણ કે તેનો અધિકાર કોઈ પણ કોર્ટ દ્વારા છિનવી લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: Ambaji: પ્રસાદ વિવાદ મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને, કરશે ધરણાં પ્રદર્શન
હાઈકોર્ટનો આ ચૂકાદો
આ કેસને લઈ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આતપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, પિતા સિવાય અન્ય કોઈની જેમ કાયદેસર વાલી હોઈ શકે છે. જ્યાં સુધી પિતાના વાલીપણાનો અધિકાર છિનવી લેવામાં આવતો નથી ત્યાં સુધી તે ગુના માટે દોષિત હોઈ શકે નહીં. પિતા કુદરતી અને કાયદેસર વાલી હોવાના કારણે તેમના દ્વારા તેમના પાંચ વર્ષથી ઓછી ઉંમરના પુત્રને તેની માતા પાસેથી દૂર કરવો એ ગુનો નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT