ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર સરકારનું આ પહેલું બજેટ છે. જેને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ 11.10 મીનિટે બજેટ વાંચવાનું શરૂ કર્યુ હતું. નાણામંત્રીએ કહ્યું ગુજરાત રાજ્ય દેશનું ગ્રોથ એન્જિન છે. ત્યારે બજેટમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. લેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની સહાય માટે 12 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્યમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરને લઈ બહેતમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે. નાણાં મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું છે કે, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની સહાય માટે 12 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 10 હજાર વિદ્યાર્થીઓને સહાય મળશે. ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ કરાશે.
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10743 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરી વિકાસ માટે 19685 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો મહાનગરપાલિકા અને નગરપાલિકાના સતામંડળ પાયાની સુવિધા અમલ કરવા સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી વિકાસ યોજના 2024 સુંધી લબાવાઈ છે. શહેરી માલખાના ડેવલપમેન્ટ માટે 8086 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો ઓક્ટ્રોય નાબુદી વળતર માટે 3041 કરોડની જોગવાઈ કરાઇ છે. ઉર્જા અને પેટ્રોકેલીકલ વિભાગ માટે 8738 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat Budget 2023: ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજૂ
બજેટમાં થયો આટલો વધારો
આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 57053 કરોડનો વધારો કરવામાં આવ્યો છે . શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફળવામાં આવ્યું. બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ ફાળવવામાં આવ્યું છે.
ADVERTISEMENT