નર્મદા, નરેન્દ્ર પેપરવાલા: પંચકોશી નર્મદાની પરિક્રમા કરવા માટે દૂર દૂરથી ભાવી ભક્તો પહેલાં દિવસથી જ ઉમટી પડ્યા હતા અને પરિક્રમા કરતા જોવા મળ્યા હતા. વેદો અને પુરાણોમાં પણ પંચકોશી નર્મદાની પરિક્રમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પરિક્રમા કરવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, એમ.પી, યુપી સહિત દેશના ખૂણે ખૂણેથી લોકો પરિક્રમા કરવા માટે આવતા હોય છે અને માઁ નર્મદાની પરિક્રમા કરીને અનેરી ભક્તિમાં લિન થતાં હોય છે. ત્યારે આ વર્ષે પંચકોશી પરિક્રમામાં આવેલા શ્રદ્ધાળુ માટે તંત્ર દ્વારા કોઈ સુવિધા ન મળતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાત તકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું અને તાબડતોબ પગપાળા નર્મદા નદી પાર કરતા શ્રદ્ધાળુઓને રોકવા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે.
ADVERTISEMENT
હવે શ્રદ્ધાળુઓ માટે ગ્રામજનોએ કર્યું આ કામ
પંચકોશી પરિક્રમા માં ભક્તોને સુવિધા ન મળતા રોષ જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાત તક ના અહેવાલ બાદ તંત્ર અને ગ્રામજનો થઈ નર્મદા નદીમાં રસ્તો બનાવવની કામગીરી શરૂ કરી દીધી છે. હવે પરિક્રમાવાસીઓને જીવન જોખમે નાવડીમાં નદી પાર કરવી નહીં પડે. હજારો પરિક્રમા વાસીઓ હવે નર્મદા નદી પર બનાવેલ પુલિયા પરથી આસાની જઇ શકશે. તંત્ર દ્વારા પરિક્રમા વાસીઓ માટે સુવિધા કરવા માટે કામગીરી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: દોષિતોને સ્ટેજ પર સન્માન મામલે બિલકિસ બાનોના પતિએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
જાણો શું લખ્યું જાહેરનામામાં
ભાવિકો દ્વારા માનવ સાંકળ રચી, પગપાળા નદીમાંથી પસાર થઈ સામેના કિનારે પહોંચવાની ઘટના ધ્યાને આવેલ છે. જે ઘટના અત્યંત જોખમકારી હોઇ તથા નર્મદા નદીમાં મગરો પણ અસ્તિત્વ ધરાવતાં હોઈ તેઓ માનવ ઈજા ન પહોંચાડે તે હેતુસર અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરિક્રમા માટે પધારતા ભાવિકો પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરે તેવી ઘટના ન બને તે માટે જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે પધારતા ભાવિકોના પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરવા પર પ્રતિબંધ ફરમાવું છું.આ જાહેરનામું તા.27/03/2023 થી તા.20/04/2023 (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT