ભારે પવન...વીજળીના કડાકા-ભડાકાઃ 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી, સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ એક્ટિવ

Gujarat Weather Upadate: ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ખૂબ જ સારું રહ્યું છે. રાજ્યમાં સરેરાશ કરતાં 2 ટકા વધુ વરસાદ થયો છે

Gujarat Weather

Gujarat Weather

follow google news

Gujarat Weather Upadate: ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ખૂબ જ સારું રહ્યું છે. રાજ્યમાં સરેરાશ કરતાં 2 ટકા વધુ વરસાદ થયો છે અને ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. હવામાન વિભાગે (IMD) ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. તેનું કારણ સાયક્લોનિક સરક્યુલેશન છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. માછીમારોને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે  ફૂંકાશે પવન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ સિઝનમાં 73.75 ટકા વરસાદ નોંધાયો છે. જે સિઝનના સરેરાશ વરસાદ કરતાં 2 ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 88.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 88.38 ટકા, સૌરાષ્ટ્રમાં 81.40 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 57.90 ટકા અને ઉત્તર ગુજરાતમાં 54.78 ટકા વરસાદ નોંધાયો છે.

આ જિલ્લાઓમાં 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદ

આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે 22 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. 23 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ છે. આ સાથે જ 24 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટે ગુજરાતના દાહોદ, મહિસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 26 અને 27 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

    follow whatsapp