Heavy Rain Forecast in Gujarat: રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરાઇ છે. સાંજે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે. કચ્છ, મોરબી, દ્વારકામાં ભારે વરસાદ વરસવાની આગાહી છે.. જામનગર, પોરબંદર, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
આગામી ત્રણ કલાક 'ભારે'
જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. જો બોટાદ, ભાવનગર, અમરેલીની વાત કરવામાં આવે તો ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાડી માહોલ યથવાત જ રહેશે. અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત , તાપી, ડાંગ, નવસારીમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પૂરની સ્થિતિ પહેલાં આટલી સાવચેતી રાખીએ
- અફવા ફેલાવવી નહિ, શાંત રહેવું, ગભરાવવું નહીં
- સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહી તેમની સૂચનાઓનું પાલન કરવું.
- આસપાસમાં સૌથી નજીકના સલામત સ્થળે પહોંચવાનો સલામત માર્ગ જાણવો.
- હવામાન અને પૂરની ચેતવણીની અદ્યતન માહિતી માટે રેડિયો સાંભળવો કે ટેલિવિઝન નિહાળવું.
- તમારા મોબાઈલ ફોનને ચાર્જ કરી રાખવો.
- સર્પદંશ અને ઝાડા ઊલટી માટેની વધારાની દવાઓ સાથેની પ્રાથમિક સારવાર કિટ તૈયાર રાખવી.
- વરસાદથી રક્ષણ માટે છત્રી અને સાપ જેવા ઝેરી જીવજંતુથી બચવા લાકડી રાખવી.
- શુદ્ધ પાણી, સૂકો ખાદ્યપદાર્થ, મીણબત્તી/દીવાસળીની પેટીઓ, કેરોસીન, ફાનસ, મજબૂત દોરડાં અને ટોર્ચ વધારાના બેટરી/સેલ સાથે હાથવગા રાખવા.
- પશુઓના બચાવ માટે તેમને ખૂંટાથી છૂટાં રાખવા.
ADVERTISEMENT