IIMનો લોગો રિફ્રેશ કરાયો, નવી અપડેટમાં અમદાવાદના સ્થાને કરાયો આ ફેરફાર…

અમદાવાદઃ IIMના લોગોને લઈનેછેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેમાં સંસ્કૃત શબ્દોને કાઢી આંતરરાષ્ટ્રીય શબ્દો ઉમેરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે અહીં…

gujarattak
follow google news

અમદાવાદઃ IIMના લોગોને લઈનેછેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેમાં સંસ્કૃત શબ્દોને કાઢી આંતરરાષ્ટ્રીય શબ્દો ઉમેરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે અહીં ફેકલ્ટી કાઉન્સિલને પણ જાણ નહોતી કરાઈ હોવાના અહેવાલો મળી આવ્યા હતા. જોકે ત્યારપછી લોગો નહોતો બદલાયો અને નિર્ણય મોકૂફ રખાયો હતો. હવે નવા IIMના લોગોને રિફ્રેશ કરી લોકો સમક્ષ મુકાયો છે. જેમાં અમદાવાદના સ્થાને આ ફેરફાર કરાયા છે.

IIMA લોગો અપડેટ વિશે જાણો વિગતવાર…
IIMના જુના લોગો પર નજર કરીએ તો એમાં પહેલા ડિઝાઈન હતી પછી સંસ્કૃત શબ્દ અને નીચે IIM AHMEDABAD લખવામાં આવ્યું હતું. તેવામાં હવે જે રિફ્રેશ કરીને નવો લોગો ઉમેરાયો છે તેમાં IIMA કરી દેવાયું છે. જેની નીચે સંસ્કૃતનો શબ્દ રાખવામાં આવ્યો છે. જ્યારે ઉપર ડિઝાઈનમાં પણ થોડો ફેરફાર કરાયો છે.

બિલ્ડિંગો પણ રિફ્રેશ કરાઈ રહી છે..
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે જૂના બાંધકામમાં ઘણી બિલ્ડિંગો જોખમકારક લાગી રહી છે. તેવામાં હવે એ તમામ બિલ્ડિંગોને રિડેવલોપમેન્ટ માટે રાખી દેવાનો નિર્ણય કરાયો છે. આ અંગે IIM અમદાવાદના ડાયરેક્ટરે પણ સૂચના આપી હતી કે મિટિંગો થઈ છે અને બોર્ડ ઓફ ગર્વનન્સની સહમતિથી આ નિર્ણયો લેવાયા છે.

    follow whatsapp