સ્ટેશન એક કામ અનેક: મેટ્રો,BRTS સહિત તમામ ટ્રાન્સપોર્ટેશનના સાધન એક જ સ્ટેશન પરથી જ મળશે

અમદાવાદ: કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ બે દિવસના ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં યુવાબોર્ડના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને અહીં તેમણે યુવાનો સાથે…

gujarattak
follow google news

અમદાવાદ: કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ બે દિવસના ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં યુવાબોર્ડના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને અહીં તેમણે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. મંત્રીએ રેલવેમાં થયેલા ફેરફાર અને ભવિષ્યમાં આવનાર પરિવર્તન અંગે પણ યુવાનોને જાગૃત કર્યા હતા.

કેન્દ્રીય રેલવે મંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં રોજના અઢી કરોડ લોકો મુસાફરી કરે છે, ત્યારે વડાપ્રધાન મોદીએ દેશમાં વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાનું કહ્યું છે. દેશમાં 199 વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. 134 માસ્ટર પ્લાનની તૈયારી ચાલી રહી છે. 65 ડિઝાઇન એપ્રવુ થઇ ચુક્યા છે. 47 સ્ટેશનના ટેન્ડર ઇશ્યુ કરાયા છે. જે પૈકી 34 ના કામ ચાલી રહ્યું છે. આગામી 50 વર્ષને ધ્યાને રાખી રેલવે સ્ટેશનને ડિઝાઇન કરાયા છે.

કાલુપુર સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશની કાયાપલટ કરવામાં આવશે અને આ સ્ટેશન વર્લ્ડ કલાસ હશે. અમદાવાદ સ્ટેશન નીચે ટ્રેક, બાદમાં પિલર, રુફ અને રોડ કનેક્ટિવિટી હશે. 3 માળ રુફ અને છત પર પૂરું સોલાર પેનલ હશે. રેલવે સ્ટેશનની ડિઝાઇન ફાઇનલ થઈ ચુકી છે. 12 દિવસ પહેલા પીએમએ કેબિનેટમાં મંજૂરી આપી છે. ટુંક જ સમયમાં તેના ટેન્ડર પણ નિકળશે.

વંદે ભારત એક્સપ્રેસ અંગે કહી મોટી વાત
વંદે ભારત ટ્રેનની ડિઝાઇન તૈયાર કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત 3 બનાવવા પણ કહી દીધું છે. વંદે ભારત 3 ટ્રેન વજનમાં હલકી અને 220ની સ્પીડે ચાલશે. હાલની વંદે ભારત ટ્રેન 180 ની સ્પીડે ચાલે છે.કવચ સિસ્ટમ સાથે આગામી ટ્રેનનું નિર્માણ થશે. કવચ સિસ્ટમ એટલે કે એક ટ્રેક પર બે ટ્રેન સામ-સામે આવે ત્યારે કવચ ટ્રેન 380 મીટરની દૂરી પર જાતે રોકાઈ જાય છે. જેનો ડેમો કરવામાં આવ્યો છે.

બુલેટ ટ્રેનના 92 જેટલા પિલ્લર બનીને તૈયાર
બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે અને 92 જેટલા પિલર તૈયાર છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન સ્ટેશનની બિલ્ડીંગ બનવાનું કામ પણ શરૂ થઇ ચુક્યું છે. અમદાવાદના સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ બિલ્ડીંગનું કામ પણ ચાલી રહ્યું છે. 2026માં દેશમાં પહેલી બુલેટ ટ્રેનવંદે ભારત ટ્રેનની ડિઝાઇન તૈયાર કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત 3 બનાવવા પણ કહી દીધું છે. વંદે ભારત 3 ટ્રેન વજનમાં હલકી અને 220ની સ્પીડે ચાલશે. હાલની વંદે ભારત ટ્રેન 180 ની સ્પીડે ચાલે છે.

કવચ સિસ્ટમ અંગે રેલવે મંત્રીએ કહી મોટી વાત
કવચ સિસ્ટમ સાથે આગામી ટ્રેનનું નિર્માણ થશે. કવચ સિસ્ટમ એટલે કે એક ટ્રેક પર બે ટ્રેન સામ-સામે આવે ત્યારે કવચ ટ્રેન 380 મીટરની દૂરી પર જાતે રોકાઈ જાય છે. જેનો ડેમો કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે અને 92 જેટલા પિલર તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેમજ બુલેટ ટ્રેન સ્ટેશનની બિલ્ડીંગ બનવાનું કામ પણ ચાલી રહ્યું છે. અમદાવાદના સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ બિલ્ડીંગનું કામ પણ ચાલી રહ્યું છે. 2026માં દેશમાં પહેલી બુલેટ ટ્રેન પણ સંચાલિત થશે.

    follow whatsapp