શાર્દુલ ગજ્જર/પાવાગઢ : આજ રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સાતમી પરિક્રમાનો પ્રારંભ થયો છે. પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી સંતો મહંતો તેમજ હાલોલનાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી હતી. ગુજરાત ભરમાંથી અહીં આવેલા હજારો પદયાત્રીઓ આ પરિક્રમામાં જોડાયા હતા.
ADVERTISEMENT
પાવાગઢ ફરતે 44 કિલોમીટરની પરિક્રમા થાય છે
પાવાગઢને ફરતે થતી આ 44 કિલોમીટરની પરિક્રમા થાય છે. અતિ પ્રાચીન એવી પવિત્ર પાવાગઢ પરિક્રમા જેનું વેદોમાં પણ અને પુરાણોમાં અતિ મહત્વ છે. વિશ્વામિત્રી ઋષિની તપસ્વી એવા પાવાગઢ પર્વત જેને શ્રીયંત્ર પર્વત તરીકે પણ કહી શકાય તેવા પર્વતની પરિક્રમા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો જીવન ધન્ય બની જાય છે.
પંચમહાલના વાઘેશ્વરી માતાના મંદિરથી સંતોની હાજરીમાં પરિક્રમા શરૂ
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી સંતો મહંતો અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિહની ઉપસ્થિતિમાં પાવાગઢ પરિક્રમાની વહેલી સવારે લીલી ઝંડી આપવામાં આવી હતી અને પ્રારંભ કરાયો હતો.
ADVERTISEMENT