GUJARAT માં AAP ના 5 MLA જ આવ્યા પણ કોંગ્રેસનું 50 MLA નું નુકસાન કરાવ્યું

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષની એન્ટ્રી થઇ છે. જો કે ત્રીજા પક્ષ આવ્યા બાદ તમામ 182 સીટો માંથી 50 ટકા કરતા પણ વોટ શેર…

gujarattak
follow google news

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષની એન્ટ્રી થઇ છે. જો કે ત્રીજા પક્ષ આવ્યા બાદ તમામ 182 સીટો માંથી 50 ટકા કરતા પણ વોટ શેર સાથે 156 સીટો કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 17 સીટમાં સમેટાઇ ગઇ હતી. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી માત્ર 5 જ સીટ પર રહ્યું હતું. જો કે આમ આદમી પાર્ટીએ પોતે માત્ર 5 જ સીટો જીતીને કોંગ્રેસને 31 સીટોનું નુકસાન કરાવ્યું હતું.

આમ આદમી પાર્ટીએ સીધા જ કોંગ્રેસના મત કાપ્યા
ચૂંટણી પહેલા રાજકીય તજજ્ઞોએ અનુમાન લગાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત તોડશે. ભાજપને ફાયદો થશે. અનુમાન સાચા પડ્યા હતા. 31 સીટ એવી છે જે 2017 માં કોંગ્રેસ પાસે આવીહ તી. જો કે આમ આદમી પાર્ટીના કારણે આ વખતની ચૂંટણીમાં આ 31 સીટમાંથી 30 સીટ ભાજપ પાસે પહોંચી ગઇ છે. વિસાવદરની એક સીટ આપ પાસે ગઇ છે.

આપના કારણે કોંગ્રેસે આડકતરી રીતે આટલી સીટો ગુમાવવી પડી
આપના કારણે કોંગ્રેસને ગુમાવેલી સીટોની વાત કરીએ તો રાપર, સિદ્ધપુર, ખેરાલુ, બહુચરાજી, ભીલોડા, કલોલ, દરિયાપુર,દસાડા, ચોટીલા, ટંકારા, જસદણ, ધોરાજી, કાલાવડ, ખંભાળીયા, વિસાવદર, કેશોદ, માંગરોળ, તાલાલા, ધારી, સાવરકુંડલા, રાજુલા, ગઢડા, દાહોદ, ગરબાડા, પાદરા, પાવીજેતપુર, કામરેજ, વ્યારા, નિઝર,ડાંગ અને કપરાડાનો સમાવેશ થાય છે. આ બેઠકો પર આમ આદમી પાર્ટીના મત જો માઇનસ ન થઇ જાય તો કોંગ્રેસના ઉમેદવાર સ્પષ્ટ રીતે જીતી રહ્યા હતા.

    follow whatsapp