Ahmedabad: તથ્ય પટેલના અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં રેગ્યુલર જામીન અરજીની ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન વકીલ નિસાર વૈદ્ય દ્વારા કોર્ટ સામે કેટલીક દલિલો કરવામાં આવી હતી. જેમાં તેમણે સલમાન ખાન કાર અકસ્માત કેસ અને વિસ્મય શાહ કાર અકસ્માત કેસનો પણ હવાલો આપ્યો હતો. આ ઉપરાંત પણ તેમણે અન્ય કોર્ટના જજમેન્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તે કેસમાં જામીન મળી શકે તો તથ્યના કેસમાં કેમ નહીં. પ્રાપ્ત વિગતો અનુસાર તથ્યના જામીન પર ચુકાદો હાલ અનામત રખાયો છે. ગ્રામ્ય કોર્ટમાં તથ્યના વકીલ, સરકારી વકીલ અને પીડિત પરિવારના વકીલની દલીલો પુરી થઈ છે. હવે 24 ઓગસ્ટના રોજ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.
ADVERTISEMENT
તથ્યની ફરિયાદ કેમ નોંધવામાં આવતી નથીઃ વકીલ
વકિલ નિસાર વૈદ્યએ મીડિયા સાથેની વાતચિતમાં કહ્યું કે, બંધારણમાં તપાસે એજન્સીએ તટસ્થ તપાસ કરવી જોઈએ. મેં કોર્ટનું ધ્યાન દોર્યું કે અકસ્માતના જગ્યા પર તથ્યને માર મારવામાં આવ્યો તેને માથામાં વાગ્યું છે. આરોપીના પણ બંધારણ અધિકાર એટલા જ હોય જેટલા ફરિયાદીના હોય. આજ દિન સુધી તથ્યની ફરિયાદ લેવાઈ નથી. તથ્યને પોલીસ વાન પાસે ઊભો રાખીને માર મારવામાં આવતો હતો. તથ્યની ફરિયાદ નથી લેવાઈ તે અંગે કોર્ટનું ધ્યાન દોર્યું છે. સલમાન ખાનના કેસનો હવાલો આપ્યો છે જેમાં સલમાનને જામીન અપાયા હતા અને તેને નિર્દોષ પણ છોડ્યો હતો. સુપ્રીમ કોર્ટ અને જસ્ટીસ પારડીવાલાના આદેશને પણ ટાંક્યા છે. અમારા અસીલ સામે 304ની ખોટી કલમનો ગુનો નોંધાયો છે. વિસ્મયના કેસને પણ ટાંક્યો છે જો તેને જામીન મળી શક્તા હોય તો અમને પણ જામીન આપવા જોઈએ.
ગુજરાતની ભાજપ સરકાર જુઓ વિકાસઃ પુલ ના બનતા લોકોએ જાતે ફાળો ઉઘરાવી બનાવી દીધો બ્રિજ
પોલીસે ઉતાવળમાં ચાર્જશીટ ફાઈલ કરીઃ તથ્યના વકીલ
સુનાવણી દરમિયાન તથ્ય પટેલના વકીલે નામદાર કોર્ટમાં આરોપીના જામીનની રજૂઆત કરી હતી. તેમણે આ દરમિયાન પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસે ઉતાવળમાં તપાસ કરીને ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. તેમણે એવું પણ કહ્યું કે, પોલીસે વીડિયોના આધારે તપાસ કરી તેનું ફોરેન્સીક તપાસનું સર્ટિફિકેટ આપ્યું નથી. પ્લેનના અકસ્માતમાં બ્લેક બોક્સથી વિગતો મળે પણ ગાડીમાં આવી કોઈ ટેક્નોલોજી નથી કે સ્પીડ કેટલી હતી તે જાણી શકાય. અગાઉ અહીં થાર કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. પોલીસ હાજર હતી પણ પોલીસે અકસ્માતની જગ્યા પર બેરિકેડ લગાવ્યા જ ન્હોતા. આમાં જેટલી બેદરકારી તથ્યની છે, એટલી જ બેદરકારી પોલીસની પણ રહી છે. તેઓ કહે છે કે તથ્યનો હેતુ કોઈને મારવાનો ન્હોતો, ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડતી નથી.
ફરિયાદીના વકીલ રાજેન્દ્ર શુક્લાએ શું કહ્યું?
ફરિયાદી પક્ષના વકીલ રાજેન્દ્ર શુક્લાએ કહ્યું કે, પોલીસ કર્મચારી ફરજના ભાગ રૂપે ત્યાં ગયો હતો. આટલી સ્પીડમાં કાર ના ચલાવાય તેટલી ખબર હોવી જોઈએ. આ 140ની સ્પીડે ચલાવતો હતો. એફએસએલનો રિપોર્ટ છે, જેગુઆર કંપનીએ પણ રિપોર્ટ કર્યો છે. 9 લોકો મરી ગયા એ તેમને બહુ નાની વાત લાગે છે, આ એક ક્રુઅલ હત્યા છે. તેણે બ્રેક નથી મારી, કાર બધી લાશોને ભટકાઈને ઊભી રહી ગઈ છે. આ શખ્સને તો આજીવન કેદ થવી જોઈએ. ટુંકમાં હવે 24મીએ ચુકાદો છે.
ADVERTISEMENT