જયરાજસિંહ સિવાય કોઇ ચૂંટણી લડશે તો હું જીતાડીશ, નહી તો આપઘાત કરીશ: જયંતી ઢોલ

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પોતાના તમામ દમખમ સાથે પોતાના મજબુત ઇરાદાઓ નોંધાવી રહ્યા છે. બેઠક પર ચાલુ ધારાસભ્ય…

gujarattak
follow google news

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પોતાના તમામ દમખમ સાથે પોતાના મજબુત ઇરાદાઓ નોંધાવી રહ્યા છે. બેઠક પર ચાલુ ધારાસભ્ય ગોંડલ જુથ અને રીબડા જુથ વચ્ચે ટિકિટ મુદ્દે ઘર્ષણ વધી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રનું રાજકીય વાતાવરણમાં ગરમી આવી રહી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પોતાના પુત્રને ટિકિટ મળે તે માટે દમખમ અને શક્તિ પ્રદર્શન શરૂ કરી દીધું છે. જયરાજસિંહે થોડા દિવસ અગાઉ રીબડા જુથ સામે કરેલા આક્ષેપોનો ગણગણાટ હજી શમ્યો નહોતો ત્યાં આજે રીબડા જુથે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં જયંતિ ઢોલે મીડિયા સમક્ષ દાવો કર્યો કે, જયરાજસિંહ કે તેમના પરિવાર સિવાય કોઇ પણ ચૂંટણી લડશે તો હું તેમને જીતાડીશ અને જો એવું ન કરી શકું તો અંબાજી મંદિરે જઇને આત્મહત્યા કરી લઇશ.

ગોંડલ વિધાનસભા બેઠક પર રીબડા જુથનો દબદબો
ગોંડલ વિધાનસક્ષા બેઠક પર રીબડા પંથકના મતને કારણે જ ભાજપને જીત મળે છે, જેથી પાર્ટીએ આ બાબતે વિચાર કરવો જોઇએ. હું છેલ્લા 40 વર્ષથી ભાજપ માટે કામ કરૂ છું. જ્યાં ભાજપને પોતાના ગામમાં કોઇ ઘુસવા નહોતું દેતું ત્યાં જઇને મે ભાજપનો પ્રચાર કર્યો છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી વખતે મે જયરાજસિંહની જીત માટે મતની ભીખ માંગી હતી. તેમ છતા તેમને આ વાતને યાદ ન રાખી એટલે હવે મારી પાસે મીડિયા સમક્ષ જવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. જો કે હું જીતાડી શકું તો હરાવી પણ શકું. જો હું ઉમેદવારને જીતાડી ન શકું તો માંડવી ચોકમાં આવેલા માતાજીના મંદિરે અંતિમ પગલું ભરીશ.

જયરાજસિંહ જાડેજાના નિવેદનનો ગણગણાટ
અત્રે નોંધનીય છે કે, 10 દિવસ અગાઉ જ ગોંડલના મોવિયામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું કે, રીબડાની અંદર જમીનો કઇ રીતે વેચાય છે તે સૌ કોઇ જાણે છે. આ મુદ્દે પત્રકાર પરિષદમાં રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે, અમારી ઇન્ડસ્ટ્રી સુરક્ષીત છે અને રીબડા પરિવારનું કોઇ દબાણ નથી. જમીન વેચાણમાં કોઇ દલાલી કરતું નથી અને અમારે કાંઇ આપવું પણ પડ્યું નથી.

    follow whatsapp