ઈડર-હિંમતનગર હાઈવે પર અકસ્માત, બર્થડે પાર્ટીથી આવતા એક જ પરિવારના 5 સભ્યોના મોત

Sabarkantha Accident News: સાબરકાંઠાના ઇડર-હિંમતનગર હાઇવે પર મોડી રાત્રે એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Accident News

Accident News

follow google news

Sabarkantha Accident News: સાબરકાંઠાના ઇડર-હિંમતનગર હાઇવે પર મોડી રાત્રે એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું હતું. અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. પીડિતોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. એક સાથે ચાર સ્વજનોના નિધનથી પરિવારમાં આક્રંદ છવાયો છે.

ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

આ અકસ્માત અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, સાબરકાંઠાના ઈડર-હિંમતનગર હાઈવે પર શુક્રવારે પરોઢિયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારને સંપૂર્ણ નુકસાન થયું છે. અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને વિસ્તારની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બર્થડે પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો અકસ્માત

પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ લોકો હિંમતનગર બર્થડે પાર્ટીમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે જ સમયે આ અકસ્માત થયો હતો. માર્યા ગયેલાઓમાં એક 7 મહિનાની માસૂમ બાળકીનો પણ સમાવેશ થાય છે.

હાઈવે પર એક જ અઠવાડિયામાં પાંચ અકસ્માત

ખાસ છે કે, હાઈવે રોડના નવીનીકરણના કામકાજને લઈને રોડને વન-વે કરવામાં આવ્યો છે. એવામાં હાઈવે પર બેફામ ગતિએ દોડતા ડમ્પર બર્થડે ઉજવીને ઘરે જઈ રહેલા પરિવારની કારને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. ખાસ છે કે હાઈવેના મંથર ગતિએ ચાલતા કામના કારણે છેલ્લા અઠવાડિયામાં જ 5 જેટલા અકસ્માત આ રોડ પર થઈ ચૂક્યા છે. 

    follow whatsapp