દિગ્વિજય પાઠક, વડોદરા: રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. આ સાથે અકસ્માતના કારણે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.
ADVERTISEMENT
કાર લઈ ત્રણ યુવાનો નવાપુરાથી રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતા આઈસરે કારને પાછળથી ટક્કર મારી હતી. ત્યારે આ અકસ્માતમાં કારમા સવાર ત્રણમાંથી એકનું મોત ઘટના સ્થળે જ થયું હતું. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ આઇસર ચાલકને ગંભીર ઇજા પહોંકહી હતી.આ સાથે કારમાં બેસેલ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વડોદરામાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આજે બનેલઈ અકસ્માતની ઘટનામાં બે લોકોનો ભોગ લેવાયો છે. કાર લઈ ત્રણ યુવાનો રાજસ્થાન જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતા આઈસરે કારનેટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોની ઓળખ ઉકમ ભારતી,સુરેશ ભારતી તરીકે થઇ હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી
પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતની તપાસ હાથ ધરી છે. ગઈકાલે મોડી રાત્રે બનેલઈ અકસ્માતની ઘટનાને લઈ પોલીસે FIR નોંધી છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT