અમદાવાદ: ગુજરાતના IAS અધિકારી વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાએ દક્ષિણ ભારતમાં યોજાયેલી સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. હૈદરાબાદમાં 3 દિવસમાં 3 ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આર્યન નહેરા ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી વિજય નેહરાના પુત્ર છે અને તેનો નાનો ભાઈ પણ સ્વિમર છે. દીકરાની આ ખાસ ઉપલબ્ધિ પર વિજય નેહરાએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. ખાસ છે કે, વિજય નેહરા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
દીકરાની ઉપલબ્ધિ પર વિજય નેહરાનું ટ્વીટ
દીકરાની ઉપલબ્ધિ પર વિજય નેહરાએ ટ્વીટ કર્યું છે કે, આર્યન નેહરાએ ત્રીજા ગોલ્ડ મેડલ અને ત્રીજા નેશનલ રેકોર્ડ સાથે હેટ્રિક કરી છે. તે 1500 મીટર, 400 મીટર અને 800 મીટરમાં જીત્યો છે. આ તેની પ્રથમ સિનિયર નેશનલ્સ હતી અને તે ડ્રિમ ડેબ્યૂમાં પરિણમી છે.
નેશનલ રેકોર્ડ પણ તોડ્યો
આર્યન નેહરાએ ગોલ્ડ મેડલ મેળવવાની સાથે સાથે નેશનલ રેકોર્ડ પણ તોડ્યા છે. આ પહેલા તે 800 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જે તેણે 8:01.81 મિનિટમાં જીતી હતી અને 7 સેકન્ડથી નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.
નોંધનીય છે કે, IAS વિજય નેહરાના બંને પુત્રો સ્વિમર છે. તેઓ 2001ની બેચના IAS અધિકારી છે અને હાલમાં તેઓ સાયન્સ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સચિવ છે. તેમની પાસે ગુજરાત ઈન્ફોમિટિક્સ લિમિટેડની જવાબદારી છે. વિજય નેહરા મૂળ રાજસ્થાનના સીકરના વતની છે અને તેમણે કેમેસ્ટ્રીમાં MSC અને IIT મુંબઈથી અભ્યાસ કરેલો છે.
ADVERTISEMENT