કેમ યુવતીઓને મોકલી આણંદ કલેક્ટર ડી એસ ગઢવીની કેબિનમાં? જવાબ જાણીને ચોંકી જશો

હેતાલી શાહ.આણંદઃ સ્વાર્થ માણસ પાસે શુંનું શું કરાવે છે, એક કલેક્ટર કક્ષાનો વ્યક્તિ, એક નિવાસી અધિક કલેક્ટર તરીકે કામ કરતી મહિલા સહિત અન્ય સરકારી અધિકારીઓ…

gujarattak
follow google news

હેતાલી શાહ.આણંદઃ સ્વાર્થ માણસ પાસે શુંનું શું કરાવે છે, એક કલેક્ટર કક્ષાનો વ્યક્તિ, એક નિવાસી અધિક કલેક્ટર તરીકે કામ કરતી મહિલા સહિત અન્ય સરકારી અધિકારીઓ પોતાના પદનો ઉપયોગ પોતાની લાલસાઓને પુરી કરવા માટે કેવી રીતે કરે છે તે આણંદની આ ઘટનામાં સમાયેલું છે. આણંદ જિલ્લાના તત્કાલીન કલેકટર ડી.એસ.ગઢવીના વાયરલ થયેલ બિભત્સ વીડિયો મામલે અમદાવાદ એટીએસ એ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. જે આરોપીઓ ઝડપાયા છે તેમના નામ જાણીને પણ ચોંકી જશો.. જી હા આ વાયરલ બિભત્સ વીડિયો કાંડમાં તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ તત્કાલીન ચીટનીશ ટું કલેકટર જયેશ પટેલ તેમજ ખાનગી વ્યકિત હરીશ ચાવડા સંડોવાયેલા છે અને આ વીડિયો વાયરલ એટલા માટે કરવામાં આવ્યો કારણ કે આ ત્રણના મનસુબા કલેકટરે પુરા ના કર્યા. અહીં સુધી કે આ આરોપીઓએ કલેક્ટરને ફસાવવા માટે પ્રોસ્ટીટ્યુટ્સને પણ કેબિનમાં મોકલી હતી. શું છે સમગ્ર મામલો અને શા માટે એક સરકારી અધિકારી જ અન્ય અધીકારીને હની ટ્રેપમા ફસાવવાનું કાવતરૂ ઘડયું, જોઈએ આ અહેવાલમાં..

વીડિયો સામે આવતા જ ઊભા થયા સવાલો

છેલ્લા ઘણા સમયથી પ્રમોટી આઈએએસ ડી.એસ.ગઢવી ચર્ચામાં છે અને એના કારણ છે કે એક મહિલા સાથે કલેકટર કચેરીમાં પોતાની જ સરકારી ઓફિસમાં બિભત્સ વર્તન કરતો એક વીડિયો વાયરલ થયો હતો. જે અંગે સરકારને કમ્પલેન કરાતા સરકારે તુરંત તે સમયે આણંદ જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ એક સવાલ એ પણ હતો કે શા માટે કલેકટરની કેબીનમાં સ્પાય કેમેરો મૂકી કલેકટરનું સ્ટીંગ ઓપરેશન કરવમાં આવ્યું હતું. ક્યા મનસુબા પાર કરવા માટે આ કાંડ રચાયો અને ખાસ તો જાન્યુઆરી માસમા બનેલ વીડિયો સાત મહીના પછી કેમ વાયરલ થયો? જોકે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લેતા પાંચ મહિલા અધિકારીઓની તપાસ કમીટીનું ગઠન કરાયું હતું. જેની તપાસ બાદ હવે આ ઘટનાના આરોપીઓ અને એમના મનસુબા સામે આવ્યા છે. હવે આ તમામ બાબતોનુ રહસ્ય ખુલ્યું છે. કારણકે સરકારી કચેરીમાં સ્પાય કેમેરા લગાવી વીડિયો લેવાયેલો હોવાથી ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ગાંધીનગર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા એક ગુપ્ત ઇન્કવાયરી એ.ટી.એસ.ને સોંપવામાં આવી હતી. જે ઇન્કવાયરીના કામે ટેકનીકલ એનાલીસીસ તેમજ લીધેલા નિવેદનોના અને પોલીસ ઇન્સકપેટકર જે.પી રોજીયા દ્વારા ગત સાંજના સુમારે તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકીબેન વ્યાસ તત્કાલીન ચીટનીશ ટું કલેકટર જયેશ પટેલ તેમજ ખાનગી વ્યકિત હરીશ ચાવડાને તેમના નિવાસ સ્થાનેથી ઝડપી તમામની પુછપરછ હાથ ધરી હતી. અને જે હકીકત સામે આવી તે હચમચાવે તેવી છે.

‘ભૂગર્ભજળની અવ્યવસ્થા કરવા બદલ દેશમાં સૌથી મોટો દંડ ગુજરાતને’

જમીનના કેસોની ફાઈલો ક્લિયર કરાવવા કર્યો કાંડ

આ સમગ્ર ઘટના અંગે આણંદ એસ.પી પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું કે, તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકીબેન વ્યાસ તત્કાલીન ચીટનીશ ટું કલેકટર જયેશ પટેલ તેમજ ખાનગી વ્યકિત હરીશ ચાવડા પોતાના જમીનના કામ પતાવવા માગતા હતા. જેને લઈ કેતકીબેન વ્યાસ તથા જયેશ પટેલે કલેકટરની ઓફીસમાં ગુપ્ત કેમેરા ગોઠવીને કોઇ છોકરીને મોકલીને તેઓને પ્રેમજાળમાં ફસાવી વીડિયો રેકોર્ડ કરી, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી જમીનના કેસોની ફાઇલો કલીયર કરાવી મળતી રકમને સરખે ભાગે વહેંચી લેવા માટે આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે જયેશ પટેલે પોતાના મિત્ર હરીશ ચાવડા મારફતે ત્રણ સ્પાય કેમેરા ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી ઓનલાઇન મંગાવેલા અને ડિજીટલ પેમેન્ટના માધ્યમથી ખરીદયા હતા. તેમજ જયેશ પટેલ તથા હરીશ ચાવડા દ્વારા એક મહિલાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માધ્યમથી હની ટ્રેપ કરવાનુ ષડયંત્ર રચી તેના ભાગરૂપે અલગ અલગ દિવસે મહિલાને મોકલીને તત્કાલીન કલેકટરની ઓફીસમાં તથા એમની ચેમ્બરમાં કેમેરા લગાવી રેકોર્ડીંગ કર્યા હતા. કલેકટરની ચેમ્બરમાં લાગેલા ટીવીની નીચે સ્પાઈ કેમેરો લગાવવામા આવ્યો હતો. કેમેરામાં મોકલેલી મહિલાની સાથે સાથે બીજી મહિલા સાથેના વીડિયો પણ સ્પાય કેમેરામાં રેકોર્ડીંગ થયા છે. સાથે જ તત્કાલીન કલેકટર તથા મહિલા સાથે થયેલી ચેટના સ્ક્રીનશોટ આ આરોપીઓએ મેળવી લીધા હતા. જે બાબતે તત્કાલીન કલેકટરને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આર્થીક લાભ મેળવવા માટે કેટલીક ફાઇલો કલીયર કરવા જણાવ્યું હતું. તેમજ આરોપીઓ દ્વારા જે મહિલા મોકલવામાં આવી હતી તેના દ્વારા રેપની ફરિયાદ કરાવવાની ધમકી પણ ડી.એસ.ગઢવીને આપી હતી. પરંતુ તત્કાલીન કલેકટર તાબે ના થતા આ વીડિયો મીડિયામાં પેનડ્રાઇવમાં મોકલીને આ આરોપીઓએ વીડિયો વાયરલ કરી દીધો. હવે આ ગુનાની તપાસ આણંદ એલ.સી.બી. ને સોંપવામાં આવી છે. તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, તત્કાલીન ચીટનીશ ટું કલેકટર જયેશ પટેલ તેમજ ખાનગી વ્યકિત હરીશ ચાવડા વિરૂધ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ ૩૮૯, ૧૨૦(બી), ૩૫૪(સી) તથા આઇ.ટી. એકટની કલમ ૬૭(એ), ૬૬(ઇ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યારે ફરિયાદ નોંધાઈ છે. હજી તમામના સ્ટેટમેન્ટ પણ લેવાઈ રહ્યા છે. અને તપાસ દરમ્યાન વધુ નામ સામે આવશે તો એની પણ જાણ કરાશે. જાન્યુઆરી માસમા બનેલ વીડિયો સાત મહીના બાદ એટલા માટે આવ્યો કારણ કે આ સમય દરમ્યાન આરોપીઓએ કલેકટરને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

    follow whatsapp