Chotaudepur માં પતિએ ચારિત્ર્યની શંકા રાખી પત્નીને મોતને ઘાટ ઉતારી, થાંભલા પર ચઢી આપઘાતનો કર્યો પ્રયાસ

પતિએ પત્નીને કુહાડીના ઘા મારી કરી હત્યા પસ્તાવો થતાં પોતે પણ આપઘાત કરવાનો કર્યો પ્રયાસ હાલ પતિની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર  Chhotaudepur Crime News:…

gujarattak
follow google news
  • પતિએ પત્નીને કુહાડીના ઘા મારી કરી હત્યા
  • પસ્તાવો થતાં પોતે પણ આપઘાત કરવાનો કર્યો પ્રયાસ
  • હાલ પતિની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર 
Chhotaudepur Crime News: છોટાઉદેપુર જિલ્લામાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. હાલ પતિ વડોદરાની હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડા

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે રહેતો સુરેશ રાઠવા તેની પત્ની મેલીબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરતો હતો અને બન્ને વચ્ચે આ બાબતો અવારનવાર ઝઘડા પણ થતાં હતા. ગતરોજ પણ આ મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન આક્રોશમાં આવીને સુરેશે મેલીબેનને માથામાં કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા કરી નાખી હતી.

હત્યા બાદ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

હત્યા કર્યા બાદ  સુરેશને પસ્તાવો થતાં પોતે ફળિયામાં આવેલા વીજ થાંભલા ઉપર ચઢી ચાલુ વીજ લાઈન પકડી લઈ આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો. જેથી સુરેશ રાઠવા ગંભીર રીતે દાઝી જતાં તેને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે હાથ ધરી તપાસ

તો આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
(રિપોર્ટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
    follow whatsapp