અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં પતિએ જ પત્નીનું ઘાતકી રીતે હત્યા કરીને સમગ્ર બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પતિએ પત્નીનું ગળવું દબાવી દીધું અને બાદમાં તેની લાશને દુપટ્ટા સાથે બાંધીને પંખા પર લટકાવી દીધી. જોકે પોલીસ દ્વારા લાશનું પોસ્ટ મોર્ટમ કરાવાતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને હત્યારા પતિનો ભેદ ખૂલી ગયો હતો.
ADVERTISEMENT
દીકરીનો જમાઈ સાથે બપોરે થયો હતો ઝઘડો
શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા પ્રેમીલાબેને રામોલ પોલીસ સ્ટેશનમાં તેમના જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે. 5મી માર્ચે પ્રેમીલાબેન પોતાના ઘરે હતા ત્યારે બપોરે દીકરીનો ફોન આવ્યો હતો અને તેણે, ‘તમે અહીં આવો અને મને અહીંથી લઈ જાઓ, મારા પતિ બોલાચાલી કરીને ઝઘડો કરે છે. મારે તેમની સાથે નથી રહેવું.’ જોકે પ્રેમિલાબેનની તબિયત ખરાબ હોવાથી તેઓ નહોતી એવામાં તેમના પતિ દીકરીના ઘરે ગયા. જ્યાં દીકરીએ તેમની સાથે ઘરે જવાનું કહેતા પતિએ ઝઘડો કરીને સસરાને એકલા જ ઘરમાંથી કાઢી મૂક્યા હતા.
રાત્રે 10 વાગ્યે જમાઈએ ફોન કરીને આપઘાતના સમાચાર આપ્યા
બાદમાં મોડી સાંજ સુધી પતિ અને પત્નીનો ફોન બંધ આવતો હતો એવામાં દંપતી જમીને સૂઈ ગયું. ત્યારે રાત્રે 10 વાગ્યા અચાનક જમાઈનો ફોન આવ્યો હતો. જેણે કહ્યું, તમે જલ્દી મારા ઘરે આવો પૂજાએ કંઈક કરી લીધું છે. નાના જમાઈને આ વાતની જાણ કરતા પૂજાએ ફાંસો ખાઈ લીધો હોવાની જાણ તેમને થઈ આથી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા.
પોલીસ તપાસમાં શું ખુલાસો થયો?
બંનેએ જમાઈ મેહુલને ઘટના અંગે પૂછતા તેણે જણાવ્યું કે, રાત્રે 9.30 વાગ્યા આસપાસ તે ઘરની બહાર ગયો હતો અને 10 વાગ્યે પાછો આવ્યો. ત્યારે પૂજા પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. જોકે તેમને જમાઈ પર શંકા હોતી. એવામાં મૃતક મહિલાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ગરદન ઉપર લીગચર પ્રેશર હોવાનું સામે આવ્યું જેનાથી તેનું મોત થયું હતું. આમ પતિએ જ પત્નીનું ગળું દબાવી દીધું હોવાનો ખુલાસો થતા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT