અમદાવાદ: રાજ્યમાં ગુનાખોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં એક હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિએ જ પત્નીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી. આટલું જ નહીં પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ સામે ચાલીને પોલીસને જાણ કરી અને આત્મસમર્પણ કરી દીધું.
ADVERTISEMENT
ઘટનાની વિગતો મુજબ, સાણંદના શ્યામ હિલ ફ્લેટમાં રહેતા અશોક રાણા નામની વ્યક્તિ સ્ટુડિયો ચલાવવાનું કામ કરે છે. અશોકના લગ્ન ડિમ્પલ સાથે થયા હતા અને લગ્ન-જીવન દરમિયાન તેમને બે સંતાનો પણ થયા. જોકે લગ્ન બાદથી જ અશોક પત્નીના ચારિત્ર્ય પર સતત શંકા કરતો હતો. આટલું જ નહીં આ કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારે 9મી ઓગસ્ટના રોજ અશોકે પત્ની ડિમ્પલનું ગળું દબાવીને ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી.
પત્નીની હત્યા કર્યા બાદ પતિ અશોકે જાતે જ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. પતિએ પોલીસ સમક્ષ જઈને ઘરમાં પત્નીની લાશ ઘરમાં પડી હોવાનું કહ્યું હતું. જે બાદ પોલીસે આરોપી પતિ સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT