અમદાવાદ: રાજ્યમાં ઘરેલુ હિંસાના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન ઘરેલુ હિંસાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી યુવતીને દહેજમાં 5 લાખ રુપિયા લઇ આવવા દબાણ કરીને સાસરિયાએ પરિણીતાને ત્રાસ આપ્યો. જ્યારે તેનો પતિ દ્વારા તેને મોબાઇલમાં પોર્ન ફિલ્મ બતાવી તે પ્રમાણે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવામાં આવતું હતું.
ADVERTISEMENT
રાજ્યમાં એક બાદ એક ઘરેલુ હિંસાના બનાવો સામે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના નરોડમાં વિચિત્ર ઘટના સામે આવી છે. પતિ તેમની પત્નીને પોર્ન ફિલ્મ બતાવી અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. આ સાથે તબિયત સારી ના હોય તો પણ શરીર સંબંધ બાધંવા માટે કહીને તેને હેરાન કરતો હતો. જો પરિણીતા ના પાડે તો તેની સાથે મારઝૂડ કરતા હતાં. જોકે તેના સસરા પણ અવાર નવાર શારીરિક છેડછાડ કરતાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવી છે.
દહેજને લઈ માર્યા ટોણા
ફરિયાદ મહિલાએ કહ્યું છે કે, લગ્ન બાદ તેના માતા પિતાએ યથાશક્તિ પ્રમાણે કરિયાવર આપ્યું હતું. જેમાં સોના ચાંદીના દાગીના, કપડા અને અન્ય ધરવખરીનો સામાન આવ્યો હતો. લગ્ન બાદ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતાં. શરૂઆતના 15 દિવસ સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી. બાદમાં તેના પતિ અને સાસરિયા દહેજમાં કાંઇ લાવી નથી તેમ કહીને અવાર નવાર મેણા ટોણા મારતા હતાં.
પિતાના ઘરેથી 5 લાખ રૂપિયા લઈ આવ અથવા નોકરાણીની જેમ રહે
પરણિત મહિલા સાથે તેમના સાસરિયા નાની બાબતોમાં ઝઘડા કરતાં હતાં. આ સાથે કહેતા કે અમારા મોભા મુજબ દહેજ આપ્યું નથી, જેથી તારે તારા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લાવવા પડશે. નહીતર તારે ઘરમાં નોકરાણીની જેમ જ રહેવું પડશે. પરણિત મહિલાને આખા ઘરનું કામ કરાવતા હતાં.
ADVERTISEMENT