કાયદાને ઘોળીને પી જતા શિકારીઓ, કચ્છમાં સસલાનો શિકાર કરતા બે આરોપીઓ ઝડપાયા

કૌશિક કાંઠેચા, કચ્છ: વન્ય પશુ પક્ષીઓના સંરક્ષણ મામલે સરકારના કાયદાઓ માત્ર હવામાં જ હોય એવી પરિસ્થિતિ કચ્છમાં સર્જાઈ રહી છે.  લખપત તાલુકાના માતાના મઢમાં ફરી એકવાર…

gujarattak
follow google news

કૌશિક કાંઠેચા, કચ્છ: વન્ય પશુ પક્ષીઓના સંરક્ષણ મામલે સરકારના કાયદાઓ માત્ર હવામાં જ હોય એવી પરિસ્થિતિ કચ્છમાં સર્જાઈ રહી છે.  લખપત તાલુકાના માતાના મઢમાં ફરી એકવાર સસલાના શિકારનો મામલો ઝડપાયો છે. રેવન્યૂ વિસ્તારમાં સસલાનો શિકાર કરતા બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

રાજ્યમાં ફરી એક વખત પશુ પક્ષીઓના સંરક્ષણ મામલે ફરી એક વ્યકત સવાલો ઉઠયા છે. કચ્છના રેવન્યૂ વિસ્તારમાં સસલાનો શિકાર કરતા બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે બંને આરોપીઓ વિરૂદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુખ્ય વનસંરક્ષક તેમજ પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વનસંરક્ષક દ્વારા વન્યજીવ શિકારની પ્રવૃતિ અટકાવવા સુચના આપવામાં આવી છે.ત્યારે આ સૂચનાને લઈ લખપત તાલુકામાં વન્યપ્રાણીઓના શિકાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિને અટકાવવા દયાપર રેન્જના અધિકારી તેમજ સ્થાનિક સ્ટાફ દ્વારા જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

બાતમીના આધારે શિકારી ઝડપાયો 
બાતમીના આધારે સ્થાનિક વનપાલ તેમજ વનરક્ષક દ્વારા માતાના મઢ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં રેવન્યૂ વિસ્તારમાં સેન્સર તળાવ નજીક એક સસલાનો શિકાર કરતા આરોપી નજીર ઈસ્માઈલ માંજોઠી તેમજ અનીશ મામદ ચાકીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમના વિરૂદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ 5 હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: હવામાન વિભાગની મોટી આગાહી, જાણો રાજ્યમાં કયા વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ

લોકોએ કરી આ માંગ
સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સાધનો તેમજ બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ આ વિસ્તારમાં પોલીસ અને લોકો દ્વારા સસલાના શિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પવિત્ર સ્થાનક માતાનામઢમાં ફરી આવી પ્રવૃતિ ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp