બિપોરજોયને લઈ માનવ જીવન થયું પ્રભાવિત, રાજ્યમાં 20,000 થી વધુ લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર

અમદાવાદ: જેમ જેમ બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાત ઉપર સંકટ વધી રહ્યું છે. ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની…

gujarattak
follow google news

અમદાવાદ: જેમ જેમ બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાત ઉપર સંકટ વધી રહ્યું છે. ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. દરિયાકાંઠા ઉપર પોલીસ પેટ્રોલિંગથી લઇને તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ચક્રવાતી વાવાઝોડાના પગલે હાલ સ્થળાંતર પર જોર લગાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 14 કે 15 જૂનના રોજ વાવાઝોડું લેન્ડ ફોલ થશે. ત્યારે અત્યાર સુધીમાં 20 થી 21 હજાર લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે.
એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવા ઉપરાંત સેના અને નૌસેના સાથે કોસ્ટગાર્ડ દળોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ માટે આવાસથી લઇને તેમના ખાવા-પીવા અને દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આજે 5 વાગ્યા સુધીમાં સ્થળાંતરણની કામગીરી પૂર્ણ થઈ જશે તેમ રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું.

ચાર લોકોએ ગુમાવ્યા જીવ
બીપોરજોય વાવાઝોડાંમાં બે માસુમ બાળક સહિત 4 માનવ જિંદગી છીનવાઇ ચૂકી છે. જેમાં જસદણ પાસે બાઈક પર ઝાડ પડતા પરિણીતાનું, તો કચ્છમાં દીવાલ ધરાશાઈ થવાથી 2 બાળકોના અને પોરબંદરમાં મકાન પડતા આધેડનું મોત થયું છે.

આટલા જિલ્લાઓમ કરવામાં આવ્યું લોકોનું સ્થળાંતર 

    follow whatsapp