Gujarat News 29 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:57 PM • 29 May 2024વડોદરા નજીક પીક અપ વાનનો અકસ્માત
વડોદરા નજીક પીક અપ વાનનો અકસ્માત થયો હતો
પીકઅપ પલટી જતાં 4 લોકોનાં મોત, 8 ઘાયલ
પીક અપ વાનના ટાયર ફાટવાના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન
કારમાં કુલ 12 લોકો સવાર હતા
8 લોકોને SSG હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા
- 04:54 PM • 29 May 2024દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ
દિલ્હીમાં આજે તાપમાને તમામ રેકોર્ડ તોડયા છે. દિલ્હીના મંગેશપુરમાં મહત્તમ તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. જોકે, દિલ્હી એનસીઆરમાં વાદળછાયા વાતાવરણને કારણે આંશિક રાહત અનુભવાઈ હતી.
- 11:48 AM • 29 May 202425 મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા
અત્યાર સુધીમાં કુલ - 25 મૃતદેહ તેઓના સ્વજનોને સોંપવામાં આવેલ છે.
૧) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ
૨)સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ
૩)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ
૪) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ૫) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર
૬) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ
૭) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ૮) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર
૯) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર
૧૦) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ
૧૧) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ૧૨) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ
૧૩) વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા, રહે. રાજકોટ
૧૪) દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર
૧૫) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ૧૬) શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ
૧૭) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ
૧૮) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ
૧૯) ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ૨૦) ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
૨૧) હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
૨૨) ટિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ
૨૩) કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ
૨૪) મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ
૨૫) પ્રકાશ કનૈયાલાલ હિરણ, રહે. રાજકોટ - 10:28 AM • 29 May 2024રાજકોટ અગ્નિકાંડ મામલે આજે મહત્વપૂર્ણ બેઠક
રાજકોટ અગ્નિકાંડ મામલે આજે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. SIT ના સભ્યો સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠક કરશે. SIT દ્વારા અત્યારસુધી કરવામાં આવેલ તપાસને લઈ સમીક્ષા કરવામાં આવશે. SIT દ્વારા લેવાયેલા નિવેદનો આગામી તપાસના મુદ્દા અને રીપોર્ટની તૈયારી પર આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.
- 09:59 AM • 29 May 2024રાજકોટ અગ્નિકાંડમાં જામનગર જિલ્લાના ત્રણ યુવકોના મોત
જિલ્લાના ધ્રોલ પંથકના ત્રણ મિત્રોના અગ્નિકાંડમાં નિપજ્યા મૃત્યુ
ત્રણેય મિત્રો TRP ગેમઝોનમાં ગયા હતા મજા માણવા
જાયવા ગામના જય અનિલ ગોરેચા,ખાખરા ગામના સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, અને ગઢડા ગામના નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજાના અગ્નિકાંડમાં મૃત્યુ
3 મિત્રોના મોતથી પરિવારમાં તેમજ સમગ્ર જામનગર પંથકમાં શોકનો માહોલ
પરિવારે મૃતકોની અંતિમક્રિયા દરમિયાન આરોપીઓ સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી
- 09:34 AM • 29 May 2024રાજકોટ અગ્નિકાંડનો કેસમાં 5માં આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ
દુર્ઘટનાના 5માં આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે
કિરીટસિંહ જાડેજાની TRP ગેમ ઝોન વાળી જગ્યાના 3 મલિકોમાંથી એક માલિક છે
છઠ્ઠો આરોપી અને કિરીટસિંહ જાડેજાનો ભાઈ અશોકસિંહ જાડેજા હજુ પોલીસ પકડથી દૂર
કિરીટસિંહ અને અશોકસિંહ TRP ગેમ ઝોનના પ્રોપરાઇટર માલિકો છે અને સગા ભાઈઓ છે
જેમાંથી કિરીટસિંહની ધરપકડ કરવામાં આવી છે અને અશોકસિંહની શોધખોળ શરૂ છે
જગ્યાના માલિક હોવા છતાં કેમ આ બાબતોમાં આંખ આડા કાન કર્યા તે સહિતની પૂછપરછ હાથ ધરાઇ....
ADVERTISEMENT
ADVERTISEMENT