અજીબ કીમિયો: પાલનપુરમાં HPCLપેટ્રોલ પંપ ડીલરશિપની લાલચ આપી, 19 લાખની ઠગાઈ

ધનેશ પરમાર.બનાસકાંઠાઃ પાલનપુરમાં ભેજાબાજો એક વેપારીને પેટ્રોલ પંપની ડીલરશીપનું નકલી લાઇસન્સ પધરાવી, નકલી જીએસટી બિલ મોકલી, સાઈબર ક્રાઇમ મારફતે પોતાની જાળમાં ફસાવ્યો હતો. HPCL કંપનીના…

Palanpur

Palanpur

follow google news

ધનેશ પરમાર.બનાસકાંઠાઃ પાલનપુરમાં ભેજાબાજો એક વેપારીને પેટ્રોલ પંપની ડીલરશીપનું નકલી લાઇસન્સ પધરાવી, નકલી જીએસટી બિલ મોકલી, સાઈબર ક્રાઇમ મારફતે પોતાની જાળમાં ફસાવ્યો હતો. HPCL કંપનીના પેટ્રોલ પંપનું ડીલરશીપનું નકલી લાયસન ભરાવી 19 લાખથી વધુની ઠગાઈ કરી હતી. જોકે વેપારીને તે બાદ તેની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતાં તેને સાઇબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવી છે.

વેબસાઈટ પર ફોર્મ ભર્યું અને પછી…
પાલનપુરના જુના લક્ષ્મીપુરા ગામે રહેતા અને રાજાજી ગેસ્ટ હાઉસ ધરાવતા મન ભગવાનભાઈ પટેલે 22 મે ના રોજ પેટ્રોલ પંપ માટે ડીલરશીપ લેવાની હોવાથી એક વેબસાઈટ ચેક કરી હતી. આ વેબસાઈટ pumpkskdealership.com પર જઈ તેઓએ ફોર્મ ભર્યું હતું અને જરૂરી માહિતી આપી હતી. અહીંથી જ તે બાદ ફોન આવ્યો હતો.આ વ્યક્તિએ ટેલીફોન પર પોતાની ઓળખ આકાશ ગુપ્તા તરીકે આપી હતી.અને પેટ્રોલ પંપની ડીલરશીપ લેવા માટે સમજણ આપી હતી તેમજ તે લગતી રકમ ભરવાની પણ વાત કરી હતી.

ભારતીય રેલવેના સૌથી ભયાનક 10 અકસ્માતઃ કોઈ નદીમાં પડી, તો ક્યાંક બર્નીંગ ટ્રેન, તો કોઈ…

HPCL જેવી લાગે તેવી વેબસાઈટ પર બન્યું એકાઉન્ટ
ત્યારબાદ આ ભેજાબાજો એ hpcl.ind.in પર નામની વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. જે પછી પીડિતને આ જ વેબસાઈટ ઉપરથી પેટ્રોલ પંપનું લાયસંસ અને જીએસટી વાળું બિલ મોકલી આપ્યું હતું. આમાં દસ્તાવેજ જોતા મન પટેલને લાગ્યું હતું ,કે તેઓને પેટ્રોલ પંપની એજન્સી મળી ગઈ છે અને તે બાદ આ ઠગો દ્વારા વારંવાર મળતી, સૂચના મુજબ તેઓએ 19.13 લાખ જેટલી રકમ ઓનલાઇન ભરી હતી. જોકે તે બાદ આ એપ્રુવલ લેટર અને લાયસન્સ ડુપ્લીકેટ હોવાનું સામે આવતા પીડીત છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ આ મામલે પીડિત મન પટેલે પાલનપુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

    follow whatsapp